________________
૪૨
આઠ દૃષ્ટિની સઝાય પ્રવર્તે છે. પરંતુ સાધુ મહાત્માને જાણે યોગદશા સિદ્ધ-પ્રાપ્ત થઈ છે તેવું અર્થાત્ સિદ્ધદશાના સરખું (પ્રાપ્ત યોગીદશાના સરખું) યોગબીજવાળું ચિત્ત પ્રવર્તે છે. ઘટ બનાવવા માટે લાવેલી માટી, અને ઘડાપણે પરિણામ પામતી માટીમાં માટીપણે કંઈ તફાવત નથી. પરંતુ એક ભાવિ સાધ્યમાનદશા સ્વરૂપ છે. અને એક વર્તમાન સાધ્યદશાસ્વરૂપ છે. આ પ્રમાણે ચરમાવર્તી જીવમાં ભાવિ સાધ્યમાન દશા સ્વરૂપ યોગબીજવાળું ચિત્ત પ્રવર્તે છે. અને સાધુને વર્તમાન સાધ્યમાન દશા સ્વરૂપ યોગબીજવાળું ચિત્ત હોવાથી જાણે સિદ્ધ થઈ ચૂકયા સમાન આ યોગબીજવાળું ચિત્ત પ્રવર્તે છે. આ રીતે બન્ને દશામાં આવેલ યોગબીજ અત્તે યોગીદશા પ્રાપ્ત કરાવનારાં બને છે. ૧૪ કરણ અપૂર્વના નિકટથી, જે પહેલું ગુણઠાણું રે ! મુખ્યપણે તે ઈહાં હોએ, સુજસ વિલાસનું ટાણું રે II૧પો
| વીર જિનેસર દેશના છે ગાથાર્થ “અપૂર્વકરણની નિકટદશા આવવાથી પહેલા ગુણસ્થાનકને જે ગુણસ્થાનક કહેવાય છે. તે મુખ્યતાએ અહીં પ્રાપ્ત થાય છે. અને આ દશા જીવને “ઉત્તમ યશ આપવાના” સમય સમાન છે. ૧પી
વિવેચન :-“જિનેશ્વર પરમાત્માને શુદ્ધ પ્રણામ કરવો” ઇત્યાદિ ગાથા ૮થી કહેલાં યોગદશાના મૂળબીજભૂત તત્ત્વો આ આત્માને શરમાવર્તના કાળમાં બહુ ભાવમલ ક્ષીણ થયે છતે પ્રાપ્ત થાય છે. કારણકે આત્માની શુદ્ધદશાનો પ્રતિબંધ કરનાર જો કોઈ તત્ત્વ હોય તો તે મોહાધીનતા અને અજ્ઞાનતા સ્વરૂપ ભાવમલ છે. તથાભવ્યત્વના પરિપાકથી આ જીવન ભાવમલ ઓગળતો જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org