________________
૨૦
આઠ દૃષ્ટિની સજ્ઝાય
બદલે મોક્ષાભિમુખ બને છે. અર્થાત્ “યુ ટર્ન” લે છે. “યુ ટર્ન” લેવો એટલે દૃષ્ટિ બદલવી. અહીંથી આત્મવિકાસનો પ્રારંભ થાય છે બદલાયેલી આ સૃષ્ટિને યોગની દૃષ્ટિ કહેવાય છે.
આત્મા ધીરે ધીરે મુક્તિના માર્ગ ઉપર ચાલે અને કાળાન્તરે મુક્તિની સાથે જોડાય એવી જે દૃષ્ટિ તે યોગની દૃષ્ટિ છે. લૌકિક યા લોકોત્તર એવો પણ ધર્મ કરવાની અને આત્માને સંસારમાંથી તારવાની જે ભાવના થઈ તે જ દૃષ્ટિ છે અને તે દૃષ્ટિ મોક્ષમાં લઈ જનાર હોવાથી યોગની દૃષ્ટિ કહેવાય છે આવી ક્રમશઃ વિકાસવાળી અનેક દૃષ્ટિઓ છે. પરંતુ મહાત્મા પુરુષોએ તે તમામ દૃષ્ટિઓનો આઠમાં સમાવેશ કર્યો છે. તે આઠ દૃષ્ટિઓમાંથી હવે પ્રથમ મિત્રા નામની દૃષ્ટિનું વર્ણન અહીંથી શરૂ કરે છે. આ પ્રસંગે આઠે દૃષ્ટિઓનાં નામ તેના અર્થો તથા તેનું સંક્ષિપ્ત સ્વરૂપ આ પ્રમાણે છે.
(૧) મિત્રા દૃષ્ટિ મિત્રના જેવી જે દૃષ્ટિ તે મિત્રા, જે આપણું હિત ઇચ્છે અને યથાશક્તિ હિત કરે તે મિત્ર, જ્યારથી આ આત્માની દૃષ્ટિ (વિચારધારા- હૃદયગત આશયધારા) પોતાના આત્માનું હિત-કલ્યાણ કરવાની ભાવનાવાળી શરૂ થાય છે, ત્યારથી તે દૃષ્ટિને મિત્રા દૃષ્ટિ કહેવાય છે. અનાદિકાળથી મોહોદયની તીવ્રતાના કારણે આ જીવ વિષયસુખોમાં અને કષાયોની તીવ્રતામાં એવો વર્તો છે અને હિંસા જુઠ ચોરી આદિ મહા પાપોમાં એવો વ્યસ્ત બન્યો છે કે તેણે મારા આત્માનું પરભવમાં શું થશે? તેની ચિંતા-વિચારણા કરી જ નથી. તે તરફ દૃષ્ટિ જ દોડાવી નથી અને તેથી ભવોભવમાં અહિત જ કર્યું છે. તેના કારણે નરક અને નિગોદાદિનાં દુ:ખો પામ્યો છે. તેમાંથી જ્યારે દૃષ્ટિ બદલાય અને કંઈક પણ ધર્મકાર્ય કરી આત્માનું હિત-કલ્યાણ કરવાની દૃષ્ટિ આવે ત્યારે તેને મિત્રા (મિત્ર જેવી) દૃષ્ટિ કહેવાય છે.
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org