________________
૧૦૨
આઠ દૃષ્ટિની સઝાય વિવેચન- ઉપર વેદ્યસંવેદ્યપદનું સ્વરૂપ સમજાવ્યું છે. બંધ અને મુક્તિનાં કારણોનું આગમાનુસારી અપ્રવૃત્તિ અને પ્રવૃત્તિની બુદ્ધિપૂર્વકનું જે જ્ઞાન તે વેદ્યસંવેદ્યપદ છે. તેનાથી તદન વિપરીત જે પદ તે અવેદ્યસંવેદ્ય પદ છે. આ અવેદ્યસંવેદ્યપદમાં - સૂક્ષ્મબોધ હોતો નથી. ગ્રન્થિભેદ થતો નથી. પાપ ન કરવાની બુદ્ધિ થતી નથી અને સંસારના સુખ-દુ:ખ વિષયક તીવ્ર રાગવૈષની પરિણતિનો અભાવ થતો નથી.
સંસારમાં જન્મ-મરણ-રોગ-શોક-ઈષ્ટવિયોગ અને અનિષ્ટ સંયોગનાં ભયંકર દુઃખો સાક્ષાત્ અનેકવાર અનુભવ્યાં છે. છતાં સંસારની ભયંકરતા આ જીવને સમજાતી નથી. આવા પ્રકારનું આ અવેદ્યસંવેદ્યપદ ભવાભિનંદી જીવોને હોય છે. આ અવેદ્યસંવેદ્યપદ અને પૂર્વે સમજાવેલું વેદ્યસંવેદ્ય પદ એમ બન્નેમાં કેટલી વિલક્ષણતા છે તે જાણવા જેવી છે કે - મુક્તિ અનંત સુખનું નિધાન છે અને મુક્તિના સુખનાં સાધનો કલ્યાણકારક છે. આ વાતનો એકવાર પણ અનુભવ આ આત્માએ કર્યો નથી તો પણ વેદ્યસંવેદ્યપદ પ્રાપ્ત થાય ત્યારે તેના અચિજ્ય પ્રભાવથી વિના અનુભવે પણ તે વિષય પરત્વે મજબૂત શ્રદ્ધા થઈ જાય છે. અને સંસારનાં દુઃખો તો દુઃખદાયી છે જ. પરંતુ સુખો પણ પરિણામે દુઃખદાયી જ થયાં છે એવો અનેકવાર ભૂતકાળમાં આ જીવે અનુભવ કર્યો છે. તો પણ અવેદ્યસંવેદ્યપદના પ્રભાવથી તેની વાસ્તવિક ભયંકરતાનો વિશ્વાસ બેસતો નથી. સાક્ષાત્ અનુભવ થવા છતાં પણ તે કામ આપતો નથી. આવા ઉંધા પાટા બંધાવાનું કામ જ આ પદ કરે છે. સંસારસુખની અત્યન્ત આસક્તિ જ આ કામ કરે છે. અને આ આસક્તિ ભવાભિનંદી જીવને હોય છે. તેથી આ અવેદ્યસંવેદ્યપદ ભવાભિનંદી જીવને સંભવે છે. સંસારના સુખમાં જ આનંદ પામવાના સ્વભાવવાળા જીવને ભવાભિનંદી કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org