________________
ચોથી દીપ્રા દૃષ્ટિ
૧૦૧
નથી. પાપમય પરિણામને બદલે આ જીવના ધર્મમય પરિણામ થઈ જાય છે. કષાયો અને વિષયવાસનાઓનું જોર મંદ પડી જાય છે. અને પરિણામની ધારા નિર્મળ બની જાય છે. તેના પ્રતાપે મિથ્યાત્વ મોહનીય કર્મની સ્થિતિ અંતઃકોડાકોડી સાગરોપમથી વધારે બંધાતી જ નથી. આવા પ્રકારની આવેલી આ વિશુદ્ધિ અલ્પકાળમાં જ મિથ્યાત્વગુણસ્થાનકનો અંત કરાવીને “વેદ્યસંવેદ્યપદ” પ્રાપ્ત કરાવનાર બને છે.
ગ્રંથિભેદ, અપૂર્વતત્ત્વશ્રવણ, સદ્ગુરુઓ દ્વારા ઉત્તમ ધર્મસિંચન અને નિર્મળ પરિણતિ ઇત્યાદિ ગુણો દ્વારા આ આત્મા એવો ઘડાઈ જાય છે કે જે આત્માને સંસારસુખ વિના નહી જ ચાલે એવું લાગતું હતું, તેના બદલે તેનુ દર્શન પણ દુ:ખદાયી જ માત્ર લાગે છે. સુખનુ દર્શન પણ ન જોઈએ એમ લાગે છે. અને જે ધર્મ અને ધર્મના ઉપાયોનું દર્શન પણ ન જોઈએ એમ લાગતું હતું તેને બદલે તેના વિના નહીં જ ચાલે એમ લાગે છે. આ પ્રમાણે આ આત્માની પરિસ્થિતિ બધી બદલાઈ જાય છે. આ બધો ચોથી દૃષ્ટિનો અને તેના અંતે પ્રાપ્ત થનારા સૂક્ષ્મબોધનો પ્રભાવ છે. આ ગાથામાં વેદ્યસંવેદ્યપદ સમજાવ્યું. III
હવે અવેદ્યસંવેદ્યપદ સમજાવે છે
એહ થકી વિપરીત છે જી, પદ તે અવેદ્યસંવેદ્યા ભવાભિનંદી જીવને જી, તે હોય વજ અભેદ્યા મનમોહન૦ ૮૫
ગાથાર્થ આ વેદ્યસંવેદ્યપદથી જે વિપરીત પદ તે અવેદ્યસંવેદ્ય પદ કહેવાય છે. આ પદ ભવાભિનંદી જીવને હોય છે. અને તે વજ્ર જેવું અભેદ્ય હોય છે. ૧૮૫
Jain Education International
–
For Private & Personal Use Only
www.jainelibrary.org