________________
૧૨૪
આઠ દૃષ્ટિની સઝાય ગાથાર્થ - પાંચ ઇન્દ્રિયોના વિષયથી જે ધર્માનુષ્ઠાન કરાય તે બુદ્ધિપૂર્વકનું કહેવાય છે. આગમશાસ્ત્રોના વચનોને અનુસરીને જે કરાય તે જ્ઞાનપૂર્વકનું કહેવાય છે. અને સદનુષ્ઠાનવાળી જે ધર્મક્રિયા કરાય, તે અસંમોહ અનુષ્ઠાન કહેવાય છે. અનુષ્ઠાનના ત્રિવિધભેદથી ફળમાં પણ ત્રણ પ્રકારનો ભેદ છે. ૧૬/
વિવેચન - શ્રી સર્વજ્ઞ વીતરાગ પરમાત્માએ મોહાધીન એવા આ આત્માના કલ્યાણ માટે જ અનેક પ્રકારનાં ધર્માનુષ્ઠાનો જણાવ્યાં છે. અને કંઈક અંશે પણ ધર્મ તરફ વળેલા જીવો અથવા જૈનત્વના સંસ્કાર માત્રથી પણ આ અનુષ્ઠાનો જીવો આચરતા પણ હોય છે. તેમાં એક જ સરખું અનુષ્ઠાન આચરનારા જીવોમાં પણ હૃદયના આશયભેદના કારણે ભાવિમાં પ્રાપ્ત થનારા ફળમાં ભેદ પડે છે. જેમ કે કૃષ્ણ મહારાજા અને વીરો સાલવી આ બન્ને વ્યક્તિએ અનેક સાધુસંતોને વંદના કરી પરંતુ કૃષ્ણમહારાજાનો આશય પવિત્ર હતો, તેથી તેઓએ સાતમી નરકમાં જવાની યોગ્યતા કાપીને ત્રીજી નરકમાં જવાની યોગ્યતા બનાવી. અને વીરા સાલવીનો આશય કૃષ્ણને માત્ર રાજી રાખવાનો હતો. એટલે તેટલું જ ફળ પામ્યા.
આવા પ્રકારના હૃદયના આશયભેદો ધર્માનુષ્ઠાન આચરનારા જીવે જીવે જુદા જુદા હોવાથી અસંખ્ય-અપાર છે. તો પણ મહાત્મા પુરુષોએ તે અસંખ્ય આશયભેદોનો ત્રણભેદમાં સમાવેશ કર્યો છે. તે ત્રણ ભેદનું વર્ણન આ ગાથામાં છે -
(૧) ચક્ષુ આદિ પાંચ ઇન્દ્રિયો દ્વારા પ્રતીત થતા બોધને આશ્રયી ધર્મ ક્રિયામાં જે જોડાય તે બુદ્ધિપૂર્વકનું ધર્માનુષ્ઠાન અને બોધ કહેવાય છે. જેમ કે કોઈ લોકો તીર્થયાત્રાએ જતા હોય તે જોઈને જીવ તીર્થયાત્રાએ જવાનું મન કરે અને જાય. એવી રીતે લોકલજ્જાથી, માન-પ્રતિષ્ઠાના આશયથી, દેખાદેખીથી, યશ મેળવવાની
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org