________________
ચોથી દીપ્રા દૃષ્ટિ
૧૨૩
શ્રી યોગદૃષ્ટિસમુચ્ચયમાં પૂ. આ. દેવશ્રી હરિભદ્રસૂરિજી મ. જણાવે છે કે
चित्रा चाद्येषु तद्ाग - तदन्यद्वेषसङ्गता । अचित्रा चरमे त्वेषा, शमसाराखिलैव हि ॥ ११२ ॥
અર્થ - આદ્ય(સંસારી) દેવોને વિષે ભક્તિ તેઓના રાગપૂર્વક અને અન્ય દેવો ઉપર દ્વેષપૂર્વકની હોય છે. પરન્તુ ચરમ(સર્વજ્ઞ વીતરાગ) દેવોને વિષે ભક્તિ અચિત્ર હોય છે. અને તે પણ એક શમગુણના સારવાળી જ હોય છે.
ભિન્ન ભિન્ન ભક્તિ કરાતી હોય તો ભિન્ન ભિન્ન ફળની પ્રાપ્તિ થાય છે. અને સમાન ભક્તિ કરાતી હોય છતાં કરનારાનો આશય ભેદ હોય તો પણ ભિન્ન ભિન્ન ફળની પ્રાપ્તિ થાય છે. જેમ કે સિંહ પોતાના બચ્ચાને પણ મુખથી પકડે છે અને સસલા આદિ શિકારને પણ મુખથી જ પકડે છે. પરંતુ પોતાના બચ્ચાને પકડવાના કાલે આશય વાત્સલ્યનો છે. તેથી બચ્ચાના શરીરની પુષ્ટિ થાય છે. અને સસલાને પકડવાના કાલે આશય હિંસાનો છે. તેથી સસલાના શરીરનો વિનાશ થાય છે. આ પ્રત્યક્ષસિદ્ધ છે. તેવી રીતે ધર્મક્રિયાઓ કરતી વખતે ક્રિયાઓ સરખી હોવા છતાં બુદ્ધિ જ્ઞાન અને અસંમોહનો જેવો આશય હોય છે. તેવી ફળની પ્રાપ્તિ થાય છે. ।।૧૫।
-
બુદ્ધિ-જ્ઞાન અને અસંમોહ એ શું વસ્તુ છે તે સમજાવે છે ઇન્દ્રિયાર્થગત બુદ્ધિ છે જી, જ્ઞાન છે આગમ હેત । અસંમોહ શુભકૃતિ ગુણેજી, તેણે ફળભેદ સંકેત
મનમોહન૦ | ૧૬ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org