________________
પર
આઠ દૃષ્ટિની સઝાય કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલી સુખી સ્થિતિમાં આ જીવ રાચતો નથી અને દુઃખી સ્થિતિમાં દીન બની જતો નથી. ગુરુદેવોના પરિચય અને સહવાસથી સંસારસુખ ઉપરનો રાગ મોળો પડી ગયો છે. સુખની લાલસા ઘટી ગઈ છે. સુખ એ પરિણામે દુઃખ જ આપનારું છે. અને કોઈપણ એક પ્રકારનું સુખ અનેક ઉપાધિઓથી ઘેરાયેલું છે. આવી સમજણ ગુરુઓ પાસેથી આ દૃષ્ટિમાં આ જીવને મળી છે. સંસારસુખની ભયંકરતાનો સાચો ખ્યાલ આવી ગયો છે માટે જેમ બને તેમ આ સંસારસુખના ભોગમાંથી અને આસક્તિમાંથી છુટવાનું જ આ જીવને મન થાય છે. આ કારણે ગમે તેવા પ્રતિકૂળ સંજોગોમાં પણ સંતોષપ્રધાન જીવન આ જીવ હોંશથી જીવે છે. તેથી તેનું મન પવિત્ર રહે છે. આવા પ્રકારનો સંતોષગુણ અને તેના કારણે શૌચગુણ આ દષ્ટિમાં જીવને પ્રગટે છે.
(૩) તપ-શૌચ માટે જેમ સંતોષની જરૂર છે. તેમ સંતોષ માટે તપ ગુણ જીવનમાં લાવવો આવશ્યક છે. તપ બે પ્રકારનો છે. (૧) બાહ્યતપ, (૨) અભ્યન્તર તપ, જે તપ શરીરને તપાવે, લોકો જોઈ શકે, તપસ્વી તરીકે લોકો માન આપે, આહારાદિ પૌદ્ગલિક ભાવોનો ત્યાગ જેમાં હોય તે બાહ્યતપ કહેવાય છે. અને આન્તરિક કલેશ-માન-માયાના ત્યાગરૂપ જે તપ છે. જે તપ આત્માને તપાવે છે. જે તપ લોકો જોઈ શક્તા નથી. જે તપથી લોકો તપસ્વી કહેતા નથી તે તપને અભ્યત્તર તપ કહેવાય છે. અહીં પ્રધાનપણે બાહ્યતપ સમજવાનો છે. સંતોષપૂર્વક જીવન જીવવું હોય તો દુઃખો વેઠવાં જ પડે છે. અનુકૂળતાઓ બધા પ્રકારની ન મળવાથી પ્રતિકૂળતાઓ સહન કરવાની ટેવ પાડવી જ પડે છે. તે માટે તપધર્મનું સેવન ઉત્તમ ઉપાય છે. મોહની પરાધીનતાથી આ જીવે ઘણાં દુઃખો વેક્યાં છે. પરંતુ સંતોષગુણ મેળવવા માટે બુદ્ધિપૂર્વક
Jain Education International
For Private & Personal Use Only
www.jainėlibrary.org