________________
બીજી તારા દૃષ્ટિ
૫૧ પ્રતિષ્ઠા વધારવા માટે અથવા કોઈપણ પ્રકારના પૌગલિક સુખના સ્વાર્થ માટે થતું હોય છે. તેથી મનના પરિણામની નિર્મળતા પ્રાપ્ત કરવી આવશ્યક છે. વચન અને કાયાની શુદ્ધિ ઘણી વખત પ્રાપ્ત કરવી શક્ય છે. પરંતુ મનના પરિણામ નિર્મળ કરવા અત્યન્ત દુષ્કર છે. મનની પરિણતિ જો નિર્મળ થઈ જાય તો વચન અને કાયાની પ્રવૃત્તિ આપોઆપ સુંદર બને જ છે. તેથી મનની પરિણતિ નિર્મળ થવી તે અત્યંતર શૌચ એ પ્રથમ નિયમ છે. મિત્રાદષ્ટિમાં પ્રવૃત્તિ નિર્મળ થઈ છે. તેનાથી આ તારાદષ્ટિમાં મનની પરિણતિ નિર્મળ થાય છે. મન વધારે વૈરાગ્યભીનું અને સંવેગ પરિણામથી પરિણત થાય છે. આ મુમુક્ષુ આત્માને મુક્તિના ઉપાયો તરફ અને સાચો રાહ દેખાડનાર ગુરુવર્ગ તરફ સવિશેષ માનસિકભાવ પ્રગટે છે. વારંવાર તેઓ તરફ જ મન ખેંચાયેલું રહે છે. સતત તેઓનો સહવાસ-જિનવાણીશ્રવણ અને શાસ્ત્રોના અભ્યાસ તરફ મન આકર્ષાયેલું રહે છે. જેથી મનના વિકારો અને વાસનાઓ શિથિલ થાય છે. આ શૌચધર્મ છે.
(૨) સંતોષ - શૌચધર્મમનની પવિત્રતા)નું કારણ સંતોષધર્મ છે. અનાદિકાળથી આપણો આ જીવ સંસારના ભૌતિક સુખોનો અત્યન્ત રસિક છે. તેથી તે સુખો મેળવવા માટે ઘણાં ઘણાં પાપો કર્યા છે અને કરે છે. તેથી મન પણ તે પાપકાર્યોમાં જ મસ્ત રહે છે. સંસારસુખનો લોભ એટલો મોટો છે તે અકલ્પનીય પાપો કરાવે છે. તેથી મન આકુળ-વ્યાકુળ અને સંકલ્પ-વિકલ્પોવાળું જ રહે છે. તેથી મનની નિર્મળતા જો પ્રાપ્ત કરવી હોય તો સંતોષગુણ મેળવવો જ જોઈએ. આ તારાદષ્ટિમાં આવેલા જીવનો દૃષ્ટિવિકાસ થવાથી જે કાળે જે વસ્તુ મળી હોય, તે કાળે તે વસ્તુથી સંતોષ માની જીવ ચલાવી લે છે. પરંતુ મનને મલીન થવા દેતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org