________________
૫૦
આઠ દૃષ્ટિની સઝાય વધવાથી આ જીવનું દર્શન(જ્ઞાન) મિત્રાદષ્ટિ કરતાં તારાદષ્ટિમાં વધારે કાળ રહેનારું અને વધારે પ્રબળ બને છે. તેથી ગોમયના અગ્નિની ઉપમા બરાબર ઘટે છે. આ રીતે મુમુક્ષુ એવા આ સાધક આત્માની આત્મલક્ષ્ય ભણી દૃષ્ટિ તીવ્ર બને છે.
જ્યારે મિત્રાદષ્ટિમાં આ જીવ આવ્યો ત્યારે અહિંસા - સત્ય-અચૌર્ય- બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એમ પાંચ પ્રકારના યમધર્મની પ્રાપ્તિ થવાથી આ આત્માનું બાહ્યજીવન પણ સારું થાય છે. અલ્પ આશ્રવવાળું અને પરિમિત પાપ પ્રવૃત્તિવાળું જીવન બની જાય છે. અને તેનો અભ્યાસ વધતાં વધતાં આ તારા દૃષ્ટિ આવતાં પાંચ યમ ધર્મની પુષ્ટિ અને વૃદ્ધિ કરે તેવા પાંચ નિયમો રૂ૫ બીજું યોગનું અંગ પ્રાપ્ત થાય છે. આ નિયમો યમધર્મની પુષ્ટિ-વૃદ્ધિ કરનારા છે.
જૈનદર્શનની દૃષ્ટિએ સાધુ જીવનમાં પાંચ મહાવ્રતો તે યમ, અને પિંડવિશુદ્ધિ આદિ ઉત્તરગુણો તે નિયમ કહેવાય છે. તથા શ્રાવક જીવનને આશ્રયી પાંચ અણુવ્રત તે યમ અને ત્રણ ગુણવ્રત તથા ચાર શિક્ષાવ્રત તે નિયમ કહેવાય છે. જેનાથી મૂળ ગુણ સ્વરૂપ યમધર્મ પુષ્ટિ અને વૃદ્ધિ પામે તે નિયમ કહેવાય છે. પરંતુ સાંખ્યદર્શન આદિ અન્યદર્શનકારોના મતે નીચે મુજબ પાંચ નિયમ કહેવાય છે. (૧) શૌચ, (૨) સંતોષ, (૩) તપ, (૪) સ્વાધ્યાય અને (૫) ઈશ્વરધ્યાન. તેનું કંઈક સ્વરૂપ આ પ્રમાણે છે.
(૧) શૌચ - મનની પવિત્રતા એ શૌચ છે. અહિંસા સત્ય આદિ પાંચ પ્રકારના યમધર્મથી બાહ્ય જીવન તો પવિત્ર થાય છે. પરંતુ મનના પરિણામની શુદ્ધિ વિના તે બાહ્યજીવનની પવિત્રતા યથાર્થ ફળદાયક થતી નથી. બાહ્યાચાર માત્રથી જે વ્રતોનું પાલન કરવામાં આવે છે તે પાલન ઘણીવાર માન-મોભા માટે, પોતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org