________________
બીજી તારા દૃષ્ટિ
૪૯ અવરાયેલું છે. જો ધર્મપુરુષાર્થ કરવામાં આવે તો આ કર્મો તોડી શકાય છે. અને આ આત્માની શુદ્ધ દશા પ્રાપ્ત કરી શકાય છે. આવો પ્રકાશ-આવું દર્શન-આવું જ્ઞાન આ બન્ને દૃષ્ટિમાં ક્રમશઃ વિકસિતપણે થાય છે. જે તૃણ અને ગોમયના અગ્નિના પ્રકાશથી સમજાવાય છે.
શરીરના રોગનું સાચું નિદાન થવાથી આ જીવમાં બે પ્રક્રિયા અવશ્ય શરૂ થાય છે. એક તો સાચું નિદાન કરનારા સાચા હિતેચ્છુ વૈદ્ય ઉપર અતિશય પ્રેમ-બહુમાન અને વધારે પરિચય કરવાની તમન્ના, અને બીજી પ્રક્રિયા તેઓએ જણાવેલા રોગ નાશક ઔષધનું સેવન. આ બે પ્રક્રિયા સહજપણે જ આવે છે. તેવી રીતે આ બન્ને દૃષ્ટિમાં સંસારની રખડપટ્ટીનું અને અપાર દુઃખનું કારણ શું? તેનું દર્શન-જ્ઞાન યોગી-અધ્યાત્મી અને ગીતાર્થ એવા ગુરુદેવો પાસેથી થાય છે. આ જ્ઞાન થવાથી આપોઆપ આવી સાચી દૃષ્ટિ ખોલનારા ગુરુદેવો પ્રત્યે ભક્તિ - પ્રેમ - બહુમાન અને પૂજ્યભાવ પ્રગટે છે તથા વધારે ને વધારે પરિચય અને સહવાસ કરવાની તમન્ના થાય છે. તેઓએ કહેલા માર્ગે ચાલવાનું અને કર્મોના નાશક એવા ઔષધનું સેવન કરવાનું શરૂ કરે છે. જેમ ગાઢ અંધકારમય અટવીમાં પ્રાપ્ત થયેલા અલ્પ પ્રકાશથી પણ માર્ગ દેખાવાથી ઉત્સાહપૂર્વક પંથ કાપવાનું શરૂ કરે છે, તેમ આ જીવ પણ ઉત્સાહિત થયો છતો જ્ઞાની ગુરુએ બતાવેલા આત્મસાધનાના માર્ગમાં ઉત્સાહપૂર્વક આગળ વધે છે. આ જીવ સતત જ્ઞાની ગીતાર્થોના પરિચયમાં અને સહવાસમાં જ વર્તે છે. ઘરના વ્યવસાયથી જ્યારે જ્યારે નિવૃત્ત થાય ત્યારે ત્યારે આડા-અવળાં ગામ-ગપાટાં મારવાની પદ્ધતિને ભૂલી જઈને આત્મકલ્યાણની-ધર્મની અને તત્ત્વની ચર્ચાવિચારણા કરે છે આ પ્રમાણે યોગી-જ્ઞાની ગીતાર્થોનો સહવાસ
આ. ૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org