________________
છઠ્ઠી કાના દૃષ્ટિ
૧૭૩ (૧૨) ધૈર્યવાળું ચિત્ત - મન ધીરતાવાળું – સહનશીલ હોય છે. (૧૩) દ્વન્દ્રોથી અવૃષ્ય - સુખદુઃખ, લાભાલાભ આદિ જોડકાઓમાં
પણ પરાભવ ન પામે તેવું મન હોય છે. (૧૪) અભીષ્ટલાભ-મનોવાંછિત ફળે, મનમાની સાધનામાં સફળતા મળે. (૧૫) જનપ્રિયત્વ યોગયુક્ત પવિત્ર જીવનના કારણે લોકોમાં પ્રિય બને. (૧૬) દોષવ્યપાય - રાગ-દ્વેષ આદિ દોષોનો હ્રાસ-નાશ થાય, ઘટી જાય. (૧૭) પરમતૃમિ - આત્મના ગુણો પામ્યાનો પરમ આનંદ હોય. (૧૮) ઔચિત્યયોગ - સર્વ વ્યવહારોમાં ઔચિત્ય પૂર્ણ આચરણ કરે. (૧૯) ગુર્વ સમતા - અતિશય સમતા રાખે. (૨૦) વૈરાદિનાશ - વૈર આદિ દુર્ગુણોનો નાશ થાય, વૈરીઓનાં પણ
વૈર જાય. (૨૧) ઋતંભરા બુદ્ધિ-શાસ્ત્રાદિના આલંબન નિરપેક્ષ વિશિષ્ટ બુદ્ધિ પ્રગટે.
ઉપરોક્ત ૨૧ લક્ષણો અન્ય શાસ્ત્રોમાં કહ્યાં છે તેમાંના ઘણાંખરાં પૂજ્ય ઉપાધ્યાયજી મ. શ્રીએ પણ આ ઢાળની આ ત્રણ-ચાર ગાથામાં કહ્યાં જ છે. આ જ વાત યોગદષ્ટિસમુચ્ચયની ગાથા ૧૬૧ની ટીકામાં જણાવી છે. આ પ્રમાણે પાંચમી દૃષ્ટિના અંતે અને છઠ્ઠીદષ્ટિના પ્રારંભે થતા ગુણ-લાભો જણાવીને હવે કાન્તા નામની છઠ્ઠીદષ્ટિનું વર્ણન પૂ. ઉપાધ્યાયજી મ. શ્રી જણાવે છે. જો
છઠ્ઠી દિટ્ટી રે હવે કાન્તા કહું, તિહાં તારાભ પ્રકાશ | તત્વમીમાંસા રે દઢ હોયે, ધારણા નહી અન્યશ્રુતનો સંવાસ
! ધન - ધન છે ૫ | ગાથાર્થ – હવે છઠ્ઠી કાન્તા દૃષ્ટિનું વર્ણન કરું છું. ત્યાં તારાના પ્રકાશ સમાન જ્ઞાન છે. તત્ત્વમીમાંસા નામનો પ્રબળ ગુણ હોય છે. ધારણા નામનું યોગાંગ પ્રવર્તે છે. અને અન્યશ્રુતનો સહવાસ(અન્યમુદ્દ) નામનો દોષ આ દૃષ્ટિમાં સંભવતો નથી. પો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org