SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ આઠ દૃષ્ટિની સઝાય વિવેચન - કાન્તા નામની આ છઠ્ઠી દૃષ્ટિમાં નીચે મુજબ ભાવો હોય છે. (૧) જ્ઞાનદશા - તારાના પ્રકાશ જેવી દીર્ધકાળ અને દીર્થક્ષેત્રવર્તી જ્ઞાનદશા હોય છે. (૨) તત્ત્વમીમાંસા - આત્મહિતકારી તત્ત્વોની મીમાંસા (વિચારણા) પ્રવર્તે છે. (૩) ધારણા – જામેલા જ્ઞાનના વિષયોમાં મનની સ્થિરતા ઘણી હોય છે. (૪) અન્યમુદ્દોષત્યાગ - અન્ય શ્રુતના પરિચય ને સહવાસનો ત્યાગ હોય છે. પાંચમી સ્થિરા દૃષ્ટિમાં જે જ્ઞાનદશા છે, તેના કરતાં આ કાન્તા દૃષ્ટિમાં જ્ઞાનદશા સવિશેષ હોય છે. તે વાત એક ઉપમાથી સમજાવે છે. સ્થિરા દૃષ્ટિમાં જ્ઞાનદશા રત્નની કાન્તિતુલ્ય હોય છે. અને અહીં તે જ જ્ઞાનદશા તારાની કાન્તિ સમાન છે. રત્નની કાન્તિ અમુકક્ષેત્ર સુધી જ વ્યાપે છે. તારાની કાન્તિ સમસ્ત લોકમાં દૂર દૂર ક્ષેત્ર સુધી વ્યાપે છે. રત્ન જેની પાસે હોય તે જ રત્નની કાત્તિ જોઈ શકે છે. અથવા તેની આજુબાજુ ઉભેલા કેટલાક મનુષ્યો જ રત્નની કાન્તિ જોઈ શકે છે. જ્યારે તારાની કાન્તિ સમસ્ત વિશ્વના લોકો જોઈ શકે છે. આ રીતે બની કાન્તિમાં ઘણું મોટું અંતર છે. એથી આ દૃષ્ટિમાં જ્ઞાનદશા વધારે વિકસિત છે. તે જણાવવા માટે તારાની પ્રજાની ઉપમા આપી છે. જ્ઞાનદશા વિશેષ વિકાસ પામી હોવાથી, તત્ત્વોનો સૂક્ષ્મબોધ થયો હોવાથી તે સંબંધી ઊંડી મીમાંસા (ચિંતવાણા -વિચારણા) અહીં પ્રવર્તે છે. જેમ જેમ જ્ઞાન વધે તેમ તેમ વૈરાગ્ય વધે, સાંસારિક ભાવોનો રાગ ઘટ્યો છે. તેથી સંસારનો ઉચ્છેદ કેમ થાય ? ભવોની સમાપ્તિ કરી આ આત્મા શુદ્ધ-બુદ્ધ કેમ બને ? તેની વિચારણા સવિશેષ પ્રમાણમાં અહીં ખીલે છે. આવી વિચારણા કરતાં કરતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001188
Book TitleAth Drushtini Sazzay
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2003
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy