________________
છઠ્ઠી કાન્તા દૃષ્ટિ
૧૭૫
સમ્યગ્નાન દ્વારા સર્વવિરતિભાવ તરફ જવા આ આત્મા પ્રેરાય છે. તત્ત્વજ્ઞાન મેળવ્યું હોય, પરંતુ તત્ત્વની મીમાંસા (વિચારણા) જો ન કરે તો નવપૂર્વી અભવ્યાદિની જેમ તે આત્માઓ તત્ત્વજ્ઞાનનું યથાર્થ ફળ પામતા નથી. કેવળ એકલું જ્ઞાનમાત્ર પાંડિત્ય આપવા દ્વારા અહંકારાદિનું જ કારણ બમ છે. જ્ઞાનપ્રાપ્તિની સાથે વિચારણાનો તાલ મળે તો જ સંસારની ભયંકરતા સમજાય, તેના ત્યાગની ભાવના જન્મે, મુમુક્ષુ એવો આ આત્મા સર્વવિરતિ માટેનો ઉત્કટ પ્રયત્ન ક૨વાનો આરંભ કરે. આવા પ્રકારની તત્ત્વમીમાંસા કરવાથી સંસારનો નિર્વેદ અને મુક્તિની તીવ્ર સ્પૃહા સ્વરૂપ સંવેગગુણ પ્રગટે છે. જ્ઞાનગુણ દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય નિર્વેદ અને સંવેગ ગુણ તથા સર્વવિરતિ આદિ ફળ જો પ્રાપ્ત ન થાય તો જ્ઞાનગુણ પણ શું કામનો ? જે વસ્તુ આપણી પાસે હોય છતાં તે વસ્તુ તેનું પોતાનું કાર્ય જો આપણામાં ન ઉત્પન્ન કરે તો તે વસ્તુની પણ શું કિંમત ? તેવી ઉત્તમ તત્ત્વમીમાંસા અહીં પ્રવર્તે છે.
આ દૃષ્ટિમાં “ધારણા' નામનું યોગનું અંગ પ્રવર્તે છે. શાસ્ત્રમાં વેશનશ્ચિત્તસ્ય ધારા(પાતંજલ ૩-૧) ચિત્તને પોતાના નિયત એવા ધ્યેય સ્થાનમાં સ્થિર કરવું તે ધારણા કહેવાય છે. મન સ્થિર થવાથી વચન અને કાયા આપોઆપ સહજપણે સ્થિર થાય છે. તેથી તન્મયતા- એકાગ્રતા દૃઢ થાય છે. અહીં યોગી મહાત્માઓનાં ચિત્ત વિષયવિકારોથી અનાસક્ત છે. શૌચ-સંતોષાદિ ગુણો સારી રીતે અભ્યસ્ત કરેલ છે. ઇન્દ્રિયો જીતી લીધી છે. એટલે મનને બીજે ભટકવાનું ગમતું જ નથી. જ્ઞાનગંગામાં રક્ત રહેવાનું જ ગમે છે. તત્ત્વમીમાંસા ગુણ દ્વારા જેમ જેમ ભગવન્તે કહેલાં તત્ત્વો સુંદર રીતે યુક્તિપૂર્વક સમજાય છે તેમ તેમ મન તેમાં જામી જાય છે. મન ખૂબ જ સંતોષ અને હર્ષપૂર્વક આ જ્ઞાનગંગામાં સ્નાન કરતું થઈ
જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org