________________
૧૪૩
ચોથી દીપ્રા દૃષ્ટિ આદિ ભાવો પ્રગટ્યા છે. ખોટા તર્કો (કુતર્કો) કરી તત્ત્વ ઉડાડવાની વૃત્તિ નષ્ટ થઈ ચૂકી છે. આ આત્મા વડીલો પ્રત્યે નમ્રવૃત્તિવાળો, ગુરુઓ પાસેથી કંઈક સાચું તત્ત્વ મળવાનું છે એવી જિજ્ઞાસાવાળો અને પૂજ્ય બુદ્ધિવાળો બન્યો છે. આવા પ્રકારના આવેલા આ લૌકિક ગુણો લોકોત્તર એવા સમ્યકત્વ આદિ ગુણોની પ્રાપ્તિનું અવલ્થ કારણ બનવાના છે. કુતર્કો કરવાની બુદ્ધિ નષ્ટ થઈ હોવાથી “અસદભિનિવેશ” મિથ્યા આગ્રહ = કદાગ્રહ આ આત્માએ સઘળો ત્યજી દીધો છે. આ અસદભિનિવેશથી જ જીવ ભવોભવમાં ઘણો ભટક્યો છે. આ ભૂલ જીવને બરાબર સમજાયી છે. આ રીતે શ્રેષ્ઠ પરિણતિવાળો બનવાથી દીપા સુધીની ચાર દૃષ્ટિઓ આ જીવે પસાર કરી છે. હવે સ્થિરા નામની પાંચમી દૃષ્ટિ પ્રાપ્ત થશે, તેના પ્રતાપે વેદ્યસંવેદ્યપદ આવવાથી સંસારથી અવશ્ય કાલાન્તરે પણ તારે જ એવા સમ્યકત્વાદિ લોકોત્તર ગુણો ટુંક સમયમાં આવશે જ.
હવે આવનારી સ્થિરા નામની પાંચમી દષ્ટિ કેવી છે ? તે જણાવે છે કે સુંદર કોટિના યશ સ્વરૂપ જે અમૃત છે તેની પ્રાપ્તિ કરાવવામાં મેઘની વર્ષાતુલ્ય આ દૃષ્ટિ છે. આ દૃષ્ટિની પ્રાપ્તિરૂપી મેઘ વરસે એટલે ઉત્તમ કોટિના યશ રૂપ અમૃતની પ્રાપ્તિ મુમુક્ષુ જીવને થાય જ. આ પ્રમાણે આ ચોથી દૃષ્ટિ સમજાવી. હે મનમોહન (મનને મોહ પમાડનાર જિનેશ્વર) પ્રભુ ! તમારી વાણી ઘણી મીઠી છે. અમને અત્યન્ત સાકર જેવી મધુર લાગે છે. “સુયશ” શબ્દથી ગ્રંથકારે પોતાનું નામ જણાવ્યું છે એમ સમજવું.
ચોથી દીપ્રાદેષ્ટિ સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org