________________
૧૫૬
આઠ દૃષ્ટિની સઝાય કે હકીકતથી ભાર નાશ પામ્યો નથી. તેવી રીતે ભોગનો ઉપભોગ કરવાથી અલ્પકાળ પૂરતો ઇચ્છાનો અભાવ થાય છે. પરંતુ ઈચ્છાનો નાશ થતો નથી. સાચી વાત એ છે કે ભોગોની ઇચ્છાના જ અંત (નાશ) માટે “ભોગો અસાર છે, તુચ્છ છે, અનર્થકારી છે અને પાપબંધહેતુ છે.” તેનું વાસ્તવિક જ્ઞાન મેળવવું જોઈએ.
* સ્થિરા દૃષ્ટિમાં ઉપરની હકીકત આ જીવને બરાબર સમજાઈ જાય છે. તેથી પૌદ્ગલિક સુખનું આકર્ષણ રહેતું નથી અને આત્માના જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ ગુણો પ્રત્યેનું આકર્ષણ વધતું જાય છે. તેથી મોક્ષ સુખ અને મોક્ષસુખના ઉપાયભૂત રત્નત્રયીની આરાધના સિવાય આ જીવને બીજા કોઈપણ સ્થાને આનંદ આવતો નથી. કે ચેન પડતું નથી. શ્રી યોગદષ્ટિસમુચ્ચયમાં કહ્યું છે કે -
धर्मादपि भवन् भोगः, प्रायोऽनय देहिनाम् । चन्दनादपि सम्भूतो, दहत्येव हुताशनः ॥१६०॥ भोगात्तदिच्छाविरतिः, स्कन्धभारापनुत्तये। स्कन्धान्तरसमारोपस्तत्संस्कारविधानतः॥१६१॥
અર્થ - ધર્મથી (પુણ્યથી) મળેલા ભોગો પણ પ્રાણીઓને અનર્થ માટે જ થાય છે. ચંદનથી પ્રગટ થયેલો અગ્નિ પણ આ આત્માને બાળે જ છે. ભોગો ભોગવી લેવાથી જે ઈચ્છાનો અભાવ થાય છે, તે એક ખભા ઉપરના ભારને બીજા ખભા ઉપર નાખવા તુલ્ય જ છે. કારણ કે ભોગના સંસ્કાર વધારે દૃઢ જ થતા જાય છે. ll૧૬૦-૧૬ના
હજુ ચોથું અવિરતિ ગુણસ્થાનક હોવાથી જોઈએ તેવી- સાધુ મહાત્મા આદિ જેવી જ્ઞાનાદિ ગુણોની રમણતા અહીં સંભવતી નથી. તો પણ અંશતઃ રમણતા સંભવે છે. તેવી રમણતાના કાળે જ્ઞાનના આનંદનો અનુભવ આ જીવ કરી લે છે. પI
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org