________________
૧૬૮
આઠ દૃષ્ટિની સઝાય કોઈપણ પ્રલોભનોમાં આનંદ હોતો નથી. ભોગો એ રોગો છે. અને સુખ એ જ મહાદુઃખછે. કારણ કે અનેક ઉપાધિઓથી ઘેરાયેલું આ જીવન છે. આવું આ મહાત્માઓને લાગ્યું હોય છે. જેથી શુદ્ર એવા ભોગોની પ્રાપ્તિ માટે પૂર્વકાળમાં ચોથી દૃષ્ટિની ગાથા ૯માં અને શ્રી યોગદષ્ટિસમુચ્ચયની ગાથા ૭૬માં કહેલા આઠ દોષો જે હતા તે હવે આ મહાત્માઓમાં હોતા નથી. (૧) લોભ, (૨) કૃપણતા, (૩) દીનતાદયાપાત્રતા, (૪) માયાવીપણું, (૫) માત્સર્યતા, (૬) ભયભીતતા, (૭) નિષ્ફળારંભતા અને (૮) અજ્ઞાનદશા. આ આઠે દોષો ભવાનિન્દિતાથી હતા, તે ભવાભિનંદિતાનો દોષ જવાથી આ દોષો પણ સંભવતા નથી. તેથી નિર્દોષ અને પવિત્ર જીવન આ યોગીઓનું હોય છે.
(૧૬) પરમતૃપ્તિ - ભૂતકાળના સંસારવર્ધક તે લોભ આદિ દોષોનો નાશ થવાથી આ યોગીઓને પરમ તૃપ્તિ થાય છે. પરમ આનંદ પ્રગટે છે. જેમ કોઈ રોગી જીવનો રોગ જ્યારે ચાલ્યો જાય છે ત્યારે તેને પરમ આનંદ થાય છે. તથા જેમ નિર્ધન પુરુષની નિર્ધનતા જવાથી તેને પરમ આનંદ પ્રગટે છે તેવી રીતે આ યોગીઓને લોભ આદિ દોષો ચાલ્યા જવાથી અતિશય હર્ષ વિશેષ થાય છે. સાધનામાં વિકાસ સાધેલા આત્માને પોતાની શુદ્ધ અવસ્થાની પ્રાપ્તિ આસન્ન હોવાથી સહેજે સહેજે હર્ષવિશેષ થાય છે.
(૧૭) વિશિષ્ટ સમતા - આ પ્રમાણે લોભ આદિ દોષો નાશ પામવાથી, સાંસારિક સુખોની કોઈ અપેક્ષા ન હોવાથી અને દુઃખોની સામે વૈર્ય તથા સામર્થ્ય હોવાથી આ યોગીઓમાં ઘણી ઘણી સમતા હોય છે. સાચી વાત પણ એ જ છે કે યથાર્થ તત્ત્વવેત્તાઓ જ સમતાના સ્વામી હોય છે. વસ્તુઓનું સ્વરૂપ જાણ્યા પછી રાગ-દ્વેષ થતા નથી. વિષ સદા મારક છે. અમૃત સદા જીવન આપનાર છે. આ વસ્તુમાત્રનું સ્વરૂપ છે. તેમાં જીવન-મરણની અપેક્ષા વિનાના મહાત્માને હર્ષ-શોક શું હોય ? પ્રીતિ-અપ્રીતિ કેમ હોય?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org