________________
ત્રીજી બલા દૃષ્ટિ
પહેલી મિત્રા અને બીજી તારા દૃષ્ટિનું વર્ણન કરીને હવે ગ્રંથકારશ્રી ત્રીજી બલા દૃષ્ટિનું વર્ણન કરે છે
.
ત્રીજી દૃષ્ટિ બલા કહી જી, કાષ્ઠ અગ્નિસમ બોધા ક્ષેપ નહી આસન સથે જી શ્રવણ સમીહા શોધા રે જિનજી, ધન ધન તુજ ઉપદેશ. ||૧|| ગાથાર્થ ત્રીજી સૃષ્ટિનું નામ બલા દૃષ્ટિ છે. તેમાં બોધ કાષ્ઠના અગ્નિ સમાન હોય છે. ક્ષેપ દોષ હોતો નથી, આસન નામનું . યોગનું અંગ હોય છે. અને તત્ત્વ સાંભળવાની ઇચ્છારૂપ ગુણની પ્રાપ્તિ થાય છે. હે જિનેશ્વર દેવ ! તમારા ઉપદેશને ધન્ય છે. ધન્ય છે. III
-
=
વિવેચન – એક એક દૃષ્ટિમાં બોધની ઉપમા, દોષનો ત્યાગ, ગુણની પ્રાપ્તિ, અને યોગના અંગની પ્રાપ્તિ આ ચાર બાબતો સમજાવવામાં આવે છે. તેને અનુસારે અહીં બલા દૃષ્ટિમાં પણ આ ગાથામાં આ ચાર બાબતો ગ્રંથકારશ્રી સમજાવે છે.
Ex
(૧) બોધ - આ ત્રીજી દૃષ્ટિમાં આવેલા જીવનો બોધ(જ્ઞાન) કાષ્ઠના અગ્નિ સમાન હોય છે. કાષ્ઠનો અગ્નિ તૃણઅગ્નિકણ અને ગોમય અગ્નિકણ કરતાં વધુ લાંબો કાળ રહેનારો અને તે બન્ને કરતાં તીવ્ર પ્રકાશવાળો હોય છે. બીજી દૃષ્ટિમાં યોગીજનોના સતત પરિચય, સહવાસ અને યોગકથાના પ્રેમ આદિ કારણો વડે બોધની વધુ સ્થિરતા અને પ્રબળતા થવાની ભૂમિકા ત્યાં બંધાઈ છે. તેથી આ ત્રીજી દૃષ્ટિમાં બોધ કાષ્ઠના અગ્નિસમાન હોય છે. આ બોધ કંઈક દીર્ઘકાળ ચાલે છે. તત્ત્વ તરફની સમજણ આ આત્મામાં જામતી જાય છે. તેના સંસ્કારો પણ પ્રબળ બનતા જાય છે. જેથી જલ્દી જલ્દી નાશ પામતા નથી પણ સ્થિર થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org