________________
૧૮૨
આઠ દૃષ્ટિની સજઝાય
વિયોગમાં અપાર દુઃખ પામ્યા છતા, અસ્થિર ચિત્તવાળા બને છે. અને શું કરવું ? તેનો કંઈ રસ્તો સૂઝતો નથી. આગળ વિકાસ પામતા નથી. જેમ તે જ ઝાંઝવાના જળને જે માયામય જળ નથી જાણતા અને સાચું જ પાણી છે. એમ માની બેસે છે તે ઘણું પાણી અને પાણીના તરંગોના ભ્રમ દેખતો છતો બીતો રહે છે. ભય પામતો જ રહે છે. જો હું આગળ જઈશ તો આ પાણીનું પૂર અને મોજાં હમણાં ઝપાટાભેર આવશે અને મને ખેંચી જશે એમ માનતો છતો ડામાડોળ - અસ્થિર ચિત્તવાળો બને છે. અલ્પ પણ આગળ પગ માંડતો નથી, ચાલતો નથી. “હાય બાપ, હવે મારું શું થશે.” એવા વિચારોથી ડર્યા જ કરે છે. તેમ ભોગી જીવો આ સંસારનાં સુખો તે સુખાભાસ હોવા છતાં પણ તેને સાચાં સુખો માની તેમાં ખુંચ્યા છતા ત્યાં જ રહે છે. આટા
ભોગતત્ત્વને રે એ ભય નવિ ટળે જૂઠા જાણે રે ભોગા તે એ દૃષ્ટિ રે ભવસાગર તરે લહે વળી સુયશ સંયોગા
| ધન ધનO | ૯ | ગાથાર્થ - ભાગોને જ તત્ત્વ માનનારા જીવોને ભય ટળતો નથી, યોગીઓ આ ભોગને જૂઠા સમજે છે. તેથી આ દૃષ્ટિના બળે ભવસાગર તરી જાય છે. અને ઉત્તમયશના સંયોગને પામે છે. હા
વિવેચન - ઉપરની ગાથામાં કહેલી વાત જ આ ગાથામાં વધારે સ્પષ્ટ કરે છે - જે લોકો પુણ્યના ઉદયજન્ય સાંસારિક સુખોને સાચાં સુખો જ માને છે તેઓની તે તરફની લાલસા ઓછી થતી નથી. તેથી તેની જ પ્રાપ્તિ માટે મહા આરંભ-સમારંભ આદિ અઢારે પાપસ્થાનકો સેવીને ચીકણાં કર્મો બાંધીને સંસારમાં જ રહે છે અને તે સુખોની પ્રાપ્તિમાં આવતા ભયો ઓછા થતા નથી. બલ્ક ભયો અને ઉપાધિઓ વધે જ છે. કારણ કે સંસારની સર્વ પરિસ્થિતિઓ ઉપાધિઓથી અને ભયોથી ભરેલી જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org