________________
૧૩૪
આઠ દૃષ્ટિની સઝાય આ પ્રમાણે ભવાતીતાર્થાયી સર્વે જીવોને મુક્તિ પણ એક જ છે. અને મુક્તિનો માર્ગ પણ એક જ છે. અને તેને જણાવનારા સર્વજ્ઞા ભગવન્તો પણ સર્વજ્ઞતા ગુણે કરીને એક જ છે. ll૧૯
પ્રશ્ન - જો સર્વકર્મક્ષય રૂપ મુક્તિ એક છે. પ્રશમભાવ રૂપ મુક્તિમાર્ગ એક છે. અને સર્વજ્ઞતા ગુણે કરી સર્વજ્ઞ એક છે. તો પછી ઋષભદેવ અને મહાવીર પ્રભુની દેશના પાંચ મહાવ્રતવાળી અને શેષ બાવીસ તીર્થકરોની દેશના ચાર મહાવ્રતવાળી તથા દશવિધ સામાચારીમાં પણ ભેદવાળી ચિરણા જણાવી . આમ કેમ? તેનો ઉત્તર આપતાં કહે છે કેશિષ્ય ભણી જિન દેશનાજી, કહે જનપરિણતિ ભિન્ન | કહે મુનિની નય દેશનાજી, પરમારથથી અભિન્ન છે
મનમોહન૧૨૦ ગાથાર્થ - જિનેશ્વર ભગવંતોની દેશના શિષ્યો(ની પાત્રતા)ને આશ્રયી ભિન્ન છે. અને લોકોમાં પણ ભિન્ન રીતે પરિણામ પામે છે. તથા મુનિની દેશના પણ નય સાપેક્ષ હોવાથી ભિન્ન છે. પરંતુ પરમાર્થથી તો અભિન્ન જ છે. અર્થાત્ એક જ છે. ૨૦
વિવેચન - વીતરાગ પરમાત્માની દેશના પરમાર્થે એક રૂ૫ જ છે. ભિન્ન-ભિન્ન નથી. પરંતુ સાંભળનારા શ્રોતાગણમાં રહેલી પાત્રતા હીનાધિક હોવાથી તેઓનો ઉપકાર જે રીતે થાય તે રીતે ભગવાન દેશના આપે છે. તેથી ભિન્ન-ભિન્ન લાગે છે. જેમ કોઈ પણ ઉત્તમ વૈદ્ય રોગી આત્માને જેવો રોગ થયો હોય તેવું ઔષધ આપે છે. એક જ રોગના રોગી જીવોમાં પણ બાળ - યુવાન અને વૃદ્ધાદિ અવસ્થાને ધ્યાનમાં રાખીને હીનાધિક માત્રાએ ઔષધ આપે છે. કારણ કે તેમ કરવાથી જ તેનો રોગ દૂર થવા રૂપ ઉપકાર થાય છે. પરંતુ પરમાર્થથી રોગ દૂર કરવા માટે ઔષધ એક જ છે. સમાન જ છે. તેવી રીતે ઋષભદેવ અને મહાવીર પ્રભુના કાળના જીવો અનુક્રમે ઋજુ - જડ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org