________________
૧૩૫
ચોથી દીપ્રા દૃષ્ટિ અને વક્ર-જડ હોવાથી પાંચ મહાવ્રતવાળી અને શેષ બાવીસ તીર્થંકર ભગવત્તના કાળમાં જીવો ઋજુ - પ્રાણ હોવાથી ચાર મહાવ્રતવાળી દેશના હતી. તે તે જીવોની તેવી તેવી યોગ્યતા હોવાથી તેઓને જે રીતે ઉપકાર થાય તે પ્રમાણે ભિન્ન-ભિન્ન દેશના વ્યવહારથી દેખાતી હોવા છતાં પરમાર્થથી તે દેશના એક જ છે. આ તીર્થકર ભગવન્તો સંસારી જીવોનો ભવરોગ દૂર કરવામાં મહાવૈદ્ય સમાન છે.
પરમાત્માની દેશના સાંભળનારા જીવોમાં કેટલાક જીવો આત્મા આદિ સર્વ તત્ત્વોને નાશવંત - ક્ષણિક - અનિત્ય જ સમજતા હોય છે. (સ્વદર્શનના આગ્રહના કારણે તેમ જ માનતા હોય છે.) તેથી કાળાન્તરે આત્મા પુણ્ય આદિ તત્ત્વોના થનારા નાશથી ભીરૂ હોય છે. એટલે કે અમે અત્યારે ગમે તેટલું પુણ્ય - અથવા ધર્મ કરીશું તો પણ તે કાળાન્તરે (ક્ષણાન્તરે) નાશ જ પામવાનું છે. કારણ કે તે અનિત્ય જ છે. તેથી પુણ્ય કે ધર્મ કરીને પણ શું કરવાનું ? તેવી જ રીતે આત્મા પણ અનિત્ય જ છે. પુણ્યધર્મ કરનારો આત્મા તો વિપાકકાલે રહેવાનો જ નથી. તેથી આપણે પુણ્ય - ધર્મ કરીને પણ શું લાભ ? આવી વિચારસરણી ધરાવનારા જીવો પ્રત્યે જેમાં પર્યાયોવાળી ક્રમશઃ થતી અવસ્થાઓ ગૌણ છે. અને દ્રવ્ય મુખ્ય છે. એવી નિત્યત્વની દેશના પરમાત્મા આપે છે.
એવી જ રીતે સંસારના ભોગોમાં જ આસક્તિવાળા અને આ ભોગો અને ભોગવનારો આત્મા સદા રહેવાનો જ છે. સુખ અને સુખી આત્મા નિત્ય જ છે. આવું માનનારા ભોગી જીવોને ભોગ પ્રત્યેની આસક્તિ છોડાવી ઉપકાર કરવા માટે, દ્રવ્ય જેમાં ગૌણ છે અને પર્યાય જેમાં મુખ્ય છે એવી અનિત્યત્વની દેશના પરમાત્મા આપે છે. પરંતુ પરમાર્થથી વસ્તુતત્ત્વ નિત્યાનિત્ય જ છે. એવી તે દેશના એક જ છે.
તથા પરમાત્મા કોઈપણ વિષય ઉપરની એક જ પ્રકારની દેશના આપતા હોવા છતાં પણ તેઓના અચિજ્ય પુણ્ય પ્રભાવથી જે જે શ્રોતાઓની જે એક બાજુ દૃષ્ટિ ઢળી હોય તેનાથી બીજી બાજુની
Jain Education International.
For Private & Personal Use Only
www.jainelibrary.org