________________
૧૪૦
આઠ દૃષ્ટિની સજઝાય પ્રવૃત્તિ અને હલકી પરિણતિ આવા મહાત્માઓમાં શું હોય ? અર્થાત્ ન જ હોય.
મિથ્યાત્વગુણસ્થાનકે કોઈપણ આહારાદિ એક સંજ્ઞાના જોરે બીજી સંજ્ઞાના પરાભવ રૂપ ગુણો હોય છે. તે ઔદયિકભાવના ગુણો કહેવાય છે કે જે વાસ્તવિક ગુણાભાસ રૂપ છે. જેમ કે પરિગ્રહ સંજ્ઞાને પરવશ થયેલો, સતત ધન કમાવવામાં લયલીન થયેલો જીવ સમયસર આહારાદિ લેતો નથી. ભુખ્યો પણ રહે છે. મૈથુન સંજ્ઞાને પરવશ થયેલો જીવ લોકલજ્જા આદિના ભયો વિનાનો હોય છે. પરંતુ આ ગુણો તે કંઈ તારકગુણો નથી. આવા ગુણાભાસો સમ્યકત્વાદિ પારમાર્થિક ગુણો આવતાં છુટી જાય છે. અને ચોથા ગુણઠાણાથી આઠમા ગુણસ્થાનક સુધી ચારિત્ર મોહનીય કર્મનો ક્ષયોપશમ થવાથી ક્ષાયોપથમિક ભાવના ક્ષમા, માર્દવતા આદિ ગુણો આવે છે. જે ગુણો આ આત્માને ઉપર-ઉપરના ગુણસ્થાનકે ચઢાવે છે. આ ગુણો મોહની મંદતાથી આવેલા છે. એટલે અવશ્ય ઉપકારક છે. તો પણ સર્વથા મોહના ક્ષયથી આવનારા ક્ષાવિકભાવના ગુણો આવવાનો જ્યારે અવસર આવે છે, ત્યારે એટલે કે ક્ષપકશ્રેણીમાં ૯/૧૦ ગુણસ્થાનકે ધર્મસન્યાસ યોગ પ્રગટ થાય ત્યારે આ ક્ષયોપશમભાવના ગુણો પણ ત્યજવાના છે. તો પછી નામભેદ – શબ્દભેદ જેવી તુચ્છ બાબતોનો દિલાવર દિલવાળા અને ઉદાર પ્રકૃતિવાળા મહાત્માઓને ઝઘડો કે ટંટો હોતો નથી. તેના માટેના કુતર્કો કરવાની બુદ્ધિ કે કદાગ્રહો હોતા નથી. પરિણામ એવા નિર્મળ થાય છે કે આવા મલીન ભાવો આવા ઉત્તમ જીવોમાં સંભવતા નથી.
ઊંડા કૂવામાં પડેલા માણસને બહાર નીકળવા માટે લાંબી એક સાંકળ લટકાવેલી હોય. અને તે સાંકળ પડેલાના હાથમાં આવે અર્થાત્ તે પડેલો જીવ સાંકળ પકડે તો જરૂર બહાર આવી શકે. પરંતુ તે સાંકળને માત્ર પકડી જ રાખે તો કદાપિ ઉપર ન જ આવે. તેણે જેમ જેમ ઉપરનો સાંકળનો ભાગ પકડાતો જાય તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org