________________
બીજી તારા દૃષ્ટિ
૫૭
અધૂરો - નહીંવત્
વધુ તીવ્ર જિજ્ઞાસા પ્રવર્તે છે. તેમ અહીં મુક્તિ પ્રત્યે અદ્વેષ અને અનુદ્વેગ હોવાથી તત્ત્વજિજ્ઞાસા તીવ્ર બને છે. જ્યાં જ્યાં જ્ઞાનીઓનો યોગ. મળે ત્યાં ત્યાં ધર્મશ્રવણ કરવાની ઇચ્છા પ્રબળ બને છે. આ રીતે તત્ત્વજિજ્ઞાસા વધતાં અને જેમ જેમ તત્ત્વ સમજાય તેમ તેમ પરમાનંદ અનુભવતાં પોતાને પોતાનો અભ્યાસ અને અનુભવ આવી તત્ત્વની બાબતમાં અપૂર્ણ જણાતાં પોતાના મનમાન્યા આગ્રહો કદાગ્રહો અને હઠાગ્રહો હૃદયમાંથી ચાલ્યા જાય છે. અને જ્ઞાની ગીતાર્થોના ચરણોમાં વધારેને વધારે સમર્પિત ભાવવાળો આ જીવ બને છે. અનાદિકાળથી “સરસ્વતી” આ જીવને પોતાની જ વધારે જણાય છે. તેથી તત્ત્વની બાબતમાં આ જીવ અપૂર્ણ સર્વથા અજાણ હોવા છતાં મિથ્યાત્વમોહના ઉદયને લીધે પોતાની જાતને પૂર્ણ માની બેસે છે. તેથી શક્તિસંપન્ન જ્ઞાનીઓ વાસ્તવિક તત્ત્વ સમજાવે તો પણ પોતાના હઠાગ્રહને આ જીવ મોહની તીવ્રતાના કારણે મુકતો નથી. તારા દૃષ્ટિ આવતાં મોહ મંદ થવાથી આ મુમુક્ષુ આત્માઓ જ્યારે જ્યારે સમર્થ ગુરુઓનો યોગ સાંપડે છે ત્યારે ત્યારે જિજ્ઞાસા પ્રબળ બની હોવાથી પોતાની અપૂર્ણતા મનમાં સ્વીકારી લઈ હઠાગ્રહ ત્યજી દે છે. અને આત્મકલ્યાણના ઉપાયો અને પરમાર્થતત્ત્વ તે તે ગુરુ પાસેથી મેળવે છે.
-
Jain Education International
-
જેમ ભૂખ હોય તો જ ભોજન રુચે, તેમ જિજ્ઞાસા હોય તો જ તત્ત્વજ્ઞાન રુચે, માટે જિજ્ઞાસા એ તત્ત્વજ્ઞાનનું મૂળ છે. અને હઠાગ્રહ એ તત્ત્વજ્ઞાનનું પ્રતિબંધક છે. આ જીવ મંદ મિથ્યાત્વી થવાથી જિજ્ઞાસાની પ્રબળતાએ હઠાગ્રહરૂપ પ્રતિબંધકને દૂર કરી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ રૂપ કાર્ય સાધે છે. આ પ્રમાણે (૧) ક્રિયા કરવામાં ઉદ્વેગનો અભાવ, (૨) તત્ત્વ જાણવાની જિજ્ઞાસા, અને (૩) પોતાના હઠાગ્રહનો ત્યાગ, આ ત્રણ ગુણો આ દૃષ્ટિમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org