________________
પ્રથમ મિત્રા દૃષ્ટિ
ભવ પણ કરવો પડે છે. તે કાળે આ જીવોને આત્મસાધનામાં વ્યાઘાત થયો હોય તેમ જણાય છે. આવા પ્રકારની સાધનામાં વ્યાઘાતના બળે તે જીવોએ પ્રારંભેલું મુક્તિ તરફનું જે પ્રયાણ છે તે પ્રયાણ અટકી પડ્યું છે એમ મનાય કે નહીં ? આ પ્રશ્નોનોખુલાસો કરતાં કહે છે કે -
દૃષ્ટિ થિરાદિક ચારમાં, મુગતિપ્રયાણ ન ભાંજે રે । રયણીશયન જિમ શ્રમ હરે, સુર નર સુખતિમ છાજે રેપ વીર જિનેસર દેશના. ગાથાર્થ - સ્થિરાદિક ચાર દૃષ્ટિમાં મુક્તિપ્રયાણ અટકતું નથી. પરંતુ ગ્રામાન્તરના દીર્ઘ પંથને કાપવામાં રાત્રિશયન જેમ શારીરિક પરિશ્રમને દૂર કરે છે તેમ મુક્તિ પ્રયાણમાં દેવ-મનુષ્યોના ભવોનું સુખ શોભે છે. પા
વિવેચન - સ્થિરા, કાન્તા, પ્રભા અને પરા આ પ્રમાણે અન્તિમ ચાર દૃષ્ટિમાં વર્તતા મહાત્માઓ અતિશય નિર્મળ અને પવિત્ર આશયવાળા છે. તેથી દિન-પ્રતિદિન તેઓ મુક્તિમાર્ગ સાધી રહ્યા છે. તેઓનું મુક્તિપ્રયાણ અખંડ અને અવિરત ચાલુ જ છે. તેઓની તથાભવ્યતાનો પરિપાક” ભિન્ન ભિન્ન હોય છે. કોઈ જીવ અલ્પકાળમાં મુક્તિ સાધે છે અને કોઈ કોઈ જીવો થોડા થોડા દીર્ઘ-દીર્ઘકાળે પણ મુક્તિ સાધે છે. જે જીવોને થોડા થોડા દીર્ઘકાળે મુક્તિ થવાની છે તેઓને ત્યાં સુધીના કાળમાં વચ્ચે વચ્ચે દેવ-મનુષ્યના ભવો પણ કરવા પડે છે. ચાલુ મનુષ્યના ભવમાં જે આત્મસાધના આરંભી છે તેમાં સમ્યકત્વગુણ, દેશવિરતિગુણ અને સર્વવિરતિગુણ તથા તેના સંબંધી બીજા પણ અનેક ગુણોની પ્રાપ્તિ થઈ છે. પરંતુ કાળ વિલંબ હોવાથી વચ્ચે વચ્ચે દેવ-મનુષ્યના
ભવો કરવા પડે છે. તે ભવોમાં અવિરતિ થવાથી દેશવરતિ
આ. ૨
૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org