________________
બીજી તારા દૃષ્ટિ તેનાથી આ જીવ દૂર ભાગે છે. તેમ સંસારનાં ભોગ સુખો પણ આસક્તિ દ્વારા કર્મબંધ કરાવવા વડે ભવોભવમાં ભટકાવનારાં છે. એમ સમજી તેનાથી ભયભીત થયો છતો આ જીવ દૂર ભાગે છે.
યોગીજનો પાસેથી જ્ઞાન મળ્યું છે. વીતરાગ પરમાત્માનું શાસન હૈયે વસ્યું છે. તેથી શાસ્ત્રોમાં કહેલા ભાવો દૃષ્ટિ સામે પ્રત્યક્ષ તરવરે છે. પૂર્વબદ્ધ પાપના ઉદયથી આવતું દુઃખ તો દુ:ખ છે જ, પરંતુ સંસારનું સુખ પણ દુઃખરૂપ જ છે. કારણ કે સંસારના સર્વે સુખોનું મૂળ કારણ કંચન(ધન) અને કામિની(સ્ત્રી) છે. ધન ઉપાર્જનમાં પણ ઘણાં દુ:ખો વેઠવાં પડે છે. અનેક સાહસો કરવાં પડે છે. ધન પ્રાપ્ત થયા પછી પણ તેના સંરક્ષણમાં અને કોઈ ભાગ ન પડાવે તેનાં દુઃખો મનને સતાવતાં જ હોય છે. અને ધનના વિયોગકાલે તો અતિશય દુઃખો અનુભવસિદ્ધ છે. તેવી જ રીતે સ્ત્રીસંબંધી સુખ પણ અનેક બંધનોનું કારણ છે. સંયોગવિયોગમાં વિવિધ પ્રકારના માનસિક કલેશોનું કારણ છે. અકાલે પત્નીવિયોગ, પતિ વિયોગ અને પુત્રાદિનો વિયોગ થતાં અપાર દુઃખો આ સંસારમાં પ્રત્યક્ષ જોવા મળે જ છે. તેથી આ સંસારનાં દુઃખો અને સુખો એમ બન્ને દુઃખરૂપ જ હોવાથી આ દૃષ્ટિમાં આવેલા જીવને આ સંસાર “અનંત દુઃખોની ખાણ” જ દેખાય છે. અનંતજ્ઞાનીઓએ શાસ્ત્રોમાં સંસારનું જે વર્ણન કર્યું છે તે તાદશ થાય છે. આયુષ્ય વિજળીના ચમકારા જેવું ક્ષણિક લાગે છે. સુખના સંજોગો મેઘઘટાની જેમ નાશવંત દેખાય છે. ઘર વગેરે સામગ્રી પત્તાંના મહેલની જેમ ભાંગી જનારી જ દેખાય છે. શાસ્ત્રોનાં વચનો ઉપર અપાર પ્રેમ અને શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. પૂર્વાપર અબાધિત એવાં જૈન શાસ્ત્રોનું અધ્યયન ગમી જાય છે. સંવેગ અને વૈરાગ્યના રંગથી રંગાયેલા આ જીવને સંસારનો રસ જ ઊડી જાય છે. ભવનો ભય ઘણો લાગી જાય છે અને સંસારને દુઃખોની ખાણ સમજી તેમાંથી નીકળવા જ ઈચ્છે છે. જો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org