________________
સાતમી પ્રભા દૃષ્ટિ
૧૮૯ આ પ્રમાણે દ્રવ્યરોગ અને દ્રવ્યરોગજન્ય વેદના સંભવતી નથી. તથા સાચી સમજણ, અને તેની સ્વીકૃતિ વિશેષવૃદ્ધિ પામી હોવાથી રાગદ્વેષ અને અજ્ઞાનરૂપ ત્રણ પ્રકારના દોષારૂપી ભાવરોગ પણ આ મહાત્માઓને હોતા નથી. જ્ઞાનદશામાં સ્થિરતા અને આત્મભાવમાં જ રમણતા હોવાથી તેમાં વિક્ષેપાત્મક પરભાવપરિણતિમાં ગમન કરવા સ્વરૂપ ભાવરોગ નામનો દોષ નાશ પામે છે તેથી તજ્જન્ય પીડા પણ સંભવતી નથી. આવો યોગદશાનો ઉત્તમ પ્રભાવ છે. આ પ્રમાણે સૂર્યપ્રભાસમાન બોધ, ધ્યાન નામનું યોગાંગ, તત્ત્વની પ્રતિપત્તિરૂપ ગુણપ્રાપ્તિ અને રોગદોષનો નાશ - ઈત્યાદિ ભાવોની પ્રાપ્તિ થાય છે. [૧]
પ્રભા નામની આ સાતમી દૃષ્ટિમાં વર્તતા યોગી મહાત્માઓને સુખ જ સુખ-અર્થાત્ અત્યન્ત આનંદ માત્ર હોય છે. દુઃખનો લેશ પણ હોતો નથી. અહીં સુખ અને દુઃખનું લક્ષણ ગ્રંથકારશ્રી જણાવે છેસઘળું પરવશ તે દુઃખલક્ષણ, નિજવશ તે સુખ લહીઓ એ દષ્ટ આતમગુણ પ્રગટે, કહો સુખ તે કુણ લહીએ રે !
ભવિoારા અર્થ - જે કોઈ પરાધીનતા છે. તે દુઃખનું લક્ષણ છે. અને જે કંઈ સ્વાધીનતા છે તે સુખનું લક્ષણ છે. આવો આત્મગુણ આ દૃષ્ટિમાં જ પ્રવર્તે છે. કહો તો ખરા કે આ સુખને (તેના અનુભવી વિના) કોણ કહી શકે છે ? પર
વિવેચન - “પરાધીનતા” એ દુઃખનું લક્ષણ છે. અને “સ્વાધીનતા” એ સુખનું લક્ષણ છે. નોકરી કરનારાને પણ પરાધીનતા એ દુઃખરૂપ જણાય જ છે. કોઈ આપે ત્યારે જ ભોજન કરવાનું હોય, જે આપે તેનું જ ભોજન કરવાનું હોય તો કેવું દુઃખ લાગે છે? તે જેણે અનુભવ્યું હોય તેને જ ખબર પડે, પશુ-પક્ષીઓના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org