________________
૧૪
આઠ દૃષ્ટિની સઝાય અનેક દર્શનકારોની પોતપોતાના કદાગ્રહથી ઉત્પન્ન થયેલી અકાટ્ય અનેક યુક્તિઓ સાંભળવા અને જાણવા છતાં પોતાની યથાર્થ માન્યતામાં જ આ જીવ સ્થિર રહે છે પરંતુ અલ્પ માત્રાએ પણ સ્થિરતા ગુમાવતો નથી કે દર્શનાત્તરોની માન્યતામાં અંજાતો નથી.
આવા પ્રકારના મિથ્યાત્વના ઉદયવાળા પોતપોતાની માનેલી એકાન્ત દૃષ્ટિમાં મગ્ન એવા કદાગ્રહી અન્ય દર્શનકારોને જોઈને તેઓ ઉપર માધ્યસ્થ ભાવ રાખી હૃદયમાં ભાવ કરુણા લાવીને સમકિતવંત એવો સ્થિરાદિ દૃષ્ટિવાળો આ જીવ તે જીવોનું આ લોક અને પરલોક સંબંધી “હિત” થાય અર્થાત્ કલ્યાણ થાય તેવો હિતકારી ઉપદેશ તે જનને (તે દર્શનકારોને) સમજાવે છે.
પ્રશ્ન - તે અન્ય દર્શનકારોને જો પરમાત્માનાં વચનો ગમતાં જ નથી, મિથ્યાત્વનો ઉદય હોવાથી જિનવાણી પ્રત્યે અંતર્લેષ જ વર્તે છે. તો પછી હિતકારી ઉપદેશ તે જીવોને આપવાની શું જરૂર?
ઉત્તર-“ચારી સંજીવની ચારા”ના ન્યાયે આ સમકિતવંત જીવ તેઓને હિતોપદેશ આપે છે. ચારી સંજીવની ચારાનો ન્યાય આ પ્રમાણે છે.
કોઈ એક સ્ત્રી પોતાનો પતિ પોતાને આધીન રહે એવા આશયથી પોતાની સખી એવી કોઈ પરિવ્રાજિકાને તેનો ઉપાય પૂછે છે. તે પરિવ્રાજિકા કોઈ મંત્રાધિષ્ઠિત ચૂર્ણ આપે છે, તેના પાનથી તે સ્ત્રીનો પતિ બળદ બની જાય છે. પતિ બળદ બનવાથી સ્ત્રીને આધીન તો થયો, પરંતુ સ્ત્રીને પસ્તાવાનો પાર ન રહ્યો. હવે આ બળદ બળદ મટીને ફરીથી પુરુષ થાય એવી ઈચ્છા રાખીને તે સ્ત્રી બળદને પ્રતિદિન ઘાસચારો ચરાવવા ખેતરોમાં લઈ જાય છે. અને સંધ્યા સમયે ઘરે આવે છે. આમ બળદને ખેતરોનો ઘાસચારો ચરાવતાં ચરાવતાં કેટલોક સમય ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org