SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ આઠ દૃષ્ટિની સઝાય (૪) સૂત્ર અને અર્થ સંબંધી વિશિષ્ટ ચિંતન-મનન કરવું તે અનુપ્રેક્ષા. (૫) યોગ્ય આત્માઓની સમક્ષ ધર્મની પ્રરૂપણા કરવી તે ધર્મકથા. - ગુરુવર્ગ પ્રત્યે પ્રેમ જાગ્યો છે. તેઓએ જ ધર્મનાં બીજ આ જીવમાં રોપ્યાં છે તેના કારણે આ જીવ ધર્મગુરુઓ પ્રત્યે આકર્ષાયો છે. તેઓ પાસેથી જૈનશાસ્ત્રોનો સતત અભ્યાસ આ જીવ કરે છે. પાંચ પ્રકારના ઉપરોક્ત સ્વાધ્યાય દ્વારા અનાદિનું જામી ચૂકેલું અજ્ઞાન આ જીવ દૂર કરે છે. અજ્ઞાનની ભયંકરતા હવે આ જીવને સમજાય છે. મુમુક્ષુ જીવની આત્મદષ્ટિ કંઈક અંશે વધારે ખુલી છે તેથી અજ્ઞાન જ સર્વ દોષોનું મૂળ ભાસે છે. તેને જ દૂર કરવા નિરંતર પ્રયાસ કરે છે. હવે તે જીવને સમજાય છે કે દુઃખ કરતાં પણ અજ્ઞાન વધુ દુઃખદાયી છે. પ્રાપ્ત થયેલું દુઃખ ક્ષણવાર પૂરતું જ દુઃખ આપે છે. પરંતુ અજ્ઞાન (તેનાથી કરાયેલાં પાપો દ્વારા) અનંતકાળ દુઃખ આપે છે. આવી સમજ આ દૃષ્ટિમાં ગુરુગમથી આ સાધકજીવને આવે છે, તેથી સતત સ્વાધ્યાય-મગ્ન જ વર્તે છે. સ્વાધ્યાયની મગ્નતાથી આવું તત્ત્વ બતાવનારા મૂળભૂત તત્ત્વસ્વરૂપ વીતરાગ દેવ ઉપર(અર્થાત્ ઈશ્વર ઉપર) પરમ પ્રેમ-બહુમાન પ્રગટે છે. () ઈશ્વરધ્યાન -આ કારણે સ્વાધ્યાય દ્વારા આ જીવ 'ઈશ્વરના ધ્યાનમાં મગ્ન બને છે. સદ્ગુરુ પાસે સાચું તત્ત્વ સમજાતાં પરમાત્માની ઉપકારિતા મગજમાં આવતાં ઈશ્વર સમર્પણતા આ જીવમાં પ્રગટે છે. પરમાત્માના આ શાસનની પ્રાપ્તિ મહારત્નનિધિ સમાન છે. ફરી ફરી પ્રાપ્ત થવી અતિશય દુર્લભ છે. આ પરમાત્માનું શાસન જ સંસારથી તારનાર છે. એમ સમજીને ગુરુજીએ બતાવેલા માર્ગે પરમાત્માની આજ્ઞામાં લયલીન આ જીવ બને છે. આ પ્રમાણે તારાદષ્ટિમાં ગોમય-અગ્નિના પ્રકાશ સમાન જ્ઞાન અને શૌચાદિ પાંચ પ્રકારના નિયમો સ્વરૂપ યોગ અંગની પ્રાપ્તિ થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001188
Book TitleAth Drushtini Sazzay
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2003
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy