________________
છઠ્ઠી કાન્તા દૃષ્ટિ
૧૭૯ એહવે જ્ઞાને રે વિઘન નિવારણે, ભોગ નહીં ભવહેત | નવિ ગુણ દોષ ન વિષયસ્વરૂપથી, મન ગુણ-અવગુણ ખેત
|ધન ધન | ૭ | ગાથાર્થ - વિપ્નોનું નિવારણ કરે એવું જ્ઞાન હોવાથી ભોગો એ ભવહેતુ બનતા નથી. માત્ર વિષયોના સેવનથી ગુણ પણ થતો નથી અને દોષ પણ થતો નથી. કારણ કે મન જ માત્ર ગુણઅવગુણનું કારણ છે. I૭l
વિવેચન - સાંસારિક ભાવો અસાર છે. તુચ્છ છે. ક્ષણમાત્ર જ સુખદાયી છે અને દીર્ધકાળ ચાલે તેટલા દુઃખોને આપનારા છે. અનેક પ્રકારના રાગ-દ્વેષને કરાવનારા છે. ક્લેશ-કંકાસ અને કડવાશ આપનારા છે. આત્મતત્ત્વનું સ્વરૂપ જુદી જ જાતનું છે. તે શુદ્ધ-બુદ્ધ-જ્ઞાનાદિ ગુણ સંપન્ન તત્ત્વ છે. ઇત્યાદિ આધ્યાત્મિક ભાવવાહી એવું શ્રેષ્ઠ જ્ઞાન આ મહાત્માઓને વર્તે છે. તેથી યોગના પ્રભાવથી આવા ઉત્તમ જીવોને વિપ્નો આવતાં જ નથી. અને કદાચ પૂર્વબદ્ધ કર્મોદયથી આવે તો પણ વિઘ્નોનું નિવારણ કરે તેવું ઉચ્ચકોટિનું જ્ઞાન વર્તે છે. તેથી વિઘ્નો એ વિઘ્નરૂપ આ મહાત્માઓને થતાં નથી. જ્ઞાનના બળે ભોગની અસારતા સમજે છે. તેથી મન તેમાં લગાવતા નથી. તેથી ભોગો તેઓને ભવહેતુ થતા નથી.
આ મહાત્માઓને જે જ્ઞાનદશા વર્તે છે, તે સામાન્ય નથી. પરંતુ ચિત્તાક્ષેપકજ્ઞાનદશા છે. ચિત્ત તેમાં જ લીન રહે. આવું વિશિષ્ટ જ્ઞાન હોવાથી અવિરતિ લાવે એવા કર્મોના ઉદયથી થનારી વિષયોની ભોગપ્રવૃત્તિ સંસારનું કારણ બનતી નથી. કારણ કે કેવળ કાયિક વિષયપ્રવૃત્તિ વિશિષ્ટ બંધહેતુ થતી નથી. તેની સાથે મન ભળે તો જ ભવહેતુ થાય છે. મનની લીનતા વિના કેવળ કાયા દ્વારા ભાગોમાં કરેલી પ્રવૃત્તિથી આત્માને કોઈ ગુણ(ફાયદો) પણ થતો નથી. અને આત્માને કોઈ વિશિષ્ટ દોષ(નુકશાન) પણ થતું નથી. માત્ર વિષયની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org