________________
૪૪
આઠ દૃષ્ટિની સઝાય ઉચ્છેદન કરવાનું કાર્ય સરળ થાય છે. અનાદિની ગૂઢ અને ઘનીભૂત એવી આ ગ્રંથિનો છેદ હવે નિકટના કાળમાં જ કરવાનો છે. તેનો અદમ્ય ઉત્સાહ આ જીવમાં આ કાળે પ્રવર્તે છે.
- મિત્રાષ્ટિનો સાર :૧) જગતના સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ-અદ્વેષભાવ અહીં પ્રવર્તે છે. ૨) તૃણના અગ્નિ સમાન જ્ઞાનદશા મંદ-મંદ પ્રકાશવાળી પ્રગટે છે. ૩) યથાશક્તિ મહાવ્રત અને અણુવ્રત સ્વરૂપ પાંચ યમધર્મની પ્રાપ્તિ
થાય છે. ૪) ધર્માનુષ્ઠાનોમાં ખેદ દોષનો ત્યાગ અને અષગુણની પ્રાપ્તિ થાય છે. ૫) નીચે મુજબ યોગદશાના મૂલ બીજભૂત એવાં “યોગબીજ” પ્રાપ્ત
થાય છે. A વીતરાગ પરમાત્માને વિષે કુશળ ચિત્ત, ગુણોની સ્તુતિ
ગાવા રૂપ નમસ્કાર, કાયાથી પ્રણામ કરવા રૂપ મન-વચન
અને કાયાથી શુદ્ધ ભક્તિ. B ભાવયોગી, ધર્મતત્ત્વના દાતા, પરમ ઉપકારી એવા
ભાવાચાર્યોની સેવા-ભક્તિ-વૈયાવચ્ચ- શુદ્ધ મન-વચન-કાયાથી પ્રણામાદિ. સંસારી ભાવો પ્રત્યે સહજપણે જ નિર્વેદ (વૈરાગ્ય) અર્થાત્
ભવનિર્વેદ. D દ્રવ્ય અભિગ્રહોનું પાલન. જીવનમાં યથાશક્તિ બાહ્યત્યાગ. E લેખન-વાંચન અને પ્રસારણ દ્વારા સાસ્ત્રોની આરાધના. - યોગીની અને યોગબીજની કથા પ્રત્યે અતિશય પ્રેમ, તેના પ્રત્યે
આદરભાવ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org