________________
બીજી તારા દૃષ્ટિ)
સંસારના સુખો એ જ જીવનનો સાર છે. તેના માટે જ સતત પ્રયત્નશીલ રહેવું. સારું સારું ખાવું-પીવું, હરવું ફરવું, પહેરવું-ઓઢવું અને મોજ-મજા જ કરવી. એવી આ જીવની અનાદિકાળની જે દૃષ્ટિ હતી તે ઓઘદૃષ્ટિ કહેવાય છે. આ જીવ જ્યારથી ચરમાવર્તિમાં આવ્યો, મોક્ષગમનનો કાળ કંઈક નજીક આવ્યો તથાભવ્યત્વનો પરિપાક થયો. ત્યારથી આ જીવની દૃષ્ટિ બદલાઇ છે. તેને આ સંસારનાં સુખો ક્ષણિક-નાશવંત અને અસાર દેખાય છે. આત્મા જેવું એક તત્ત્વ છે. જે નિત્ય-ધ્રુવ તત્ત્વ છે. અત્યારે કર્મોથી આવૃત છે. એટલે દુઃખી-સુખી થાય છે. પરંતુ જો ધર્મની આરાધના કરવામાં આવે તો કર્મોનો ક્ષય કરી શકાય છે. અને આત્માનું યથાર્થ શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરી શકાય છે. હું પણ કંઈક ધર્મ આરાધના કરી આત્માનું સુખ મેળવું. આવી દષ્ટિ બદલાય છે. તેને યોગની દૃષ્ટિ કહેવાય છે. કારણ કે આવી દૃષ્ટિ જ આ જીવને કાળાન્તરે પણ મોક્ષની સાથે મુંજન કરનાર છે. તેથી તે યોગદૃષ્ટિ છે. તેના આઠ ભેદ છે. તે આઠ ભેદમાંથી પ્રથમ મિત્રાદેષ્ટિ સમજાવી. કે જેમાં સંસારના ભોગો તરફની જ માત્ર જે પ્રિયતા હતી તે ઢીલી થાય છે. આત્માના ગુણોના વિકાસની દૃષ્ટિ ઉઘડે છે. મિત્રની જેમ આ દૃષ્ટિ આત્માને આત્મહિત તરફ પ્રયાણ કરવાની મનમાં જ શિખામણ આપે છે. સૂચના કરે છે. જેનાથી આ જીવનો પંથ કાપવાનો યુ ટર્ન બદલાય છે. આ આત્મા જે ભોગરસિક જ હતો તે કંઈક અંશે આત્મગુણ રસિક બને છે અને તેના ઉપાયો તરફ જોડાય છે.
તેથી તે થોડા કાળાન્તરે કહેવાય છે.
સંસારના જ ભેદમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org