________________
આઠમી પરા દૃષ્ટિ
૨૨૩ આ ચાર પ્રકારના યોગીઓમાંથી ગોત્રયોગી નામમાત્રથી જ યોગી છે. અને નિષ્પન્ન યોગીમાં યોગદશા સિદ્ધ થઈ ચૂકી છે. તેથી તે બેને વર્જીને કુલયોગી અને પ્રવૃત્તચયોગી આવા ગ્રંથો ભણવાના અધિકારી છે. અને આવા ગ્રંથોથી તેઓનું હિત થાય છે. કુલયોગીઓ અહિંસાદિ યમધર્મની ઈચ્છાવાળા છે. અને પ્રવૃત્તચયોગીઓ અહિંસાદિ યમધર્મની ઇચ્છા પૂર્વક પ્રવૃત્તિવાળા છે. સ્થિરતા અને સિદ્ધિના તેઓ અભિલાષી છે. શ્રી યોગદષ્ટિસમુચ્ચયમાં આ જ વિષય ગાથા ૨૧૨થી ૨૨૧માં જણાવેલો છે. વિશેષ અર્થ ત્યાંથી જાણી લેવા વિનંતિ છે. એપી/ કુલયોગી ને પ્રવૃત્તચક્રને, શ્રવણશુદ્ધિ પક્ષપાતજી | યોગદષ્ટિ ગ્રન્થ હિત હોવે, તેણે કહી એ વાતજી શુદ્ધભાવ ને સૂની ક્રિયા, બહુમાં અંતર કેતોજી ઝળહળતો સૂરજ ને ખજુઓ, તાસ તેજમાં જેતો જાદા
ગાથાર્થ - કુલયોગી અને પ્રવૃત્તચક્રયોગી આત્માઓને યોગવિષયક યથાર્થ તત્ત્વ સાંભળવાનો, અને તેના દ્વારા ઇચ્છા, પ્રવૃત્તિ આદિરૂપ શુદ્ધિ પ્રાપ્તિનો પક્ષપાત છે. તેથી યોગની દૃષ્ટિઓના ગ્રંથો ભણવાથી હિત થશે એમ સમજી આ આઠ દૃષ્ટિની સઝાયની રચના રૂપ વાર્તા કરી છે. ક્રિયા વિનાનો માત્ર શુદ્ધભાવ, અને શુદ્ધ ભાવ વિનાનીસૂની એવી ક્રિયા, આ બેમાં અંતર કેટલું ? એમ જો કોઈ પૂછે તો કહે છે કે આકાશમાં ઝળહળતો સૂરજ અને ખજુઓ(આગીઓ), આ બેના તેજમાં જેટલું અંતર છે તેટલું અંતર ઉપરના બન્નેમાં સમજવું. ||૬|
વિવેચન - કુલયોગી આત્માઓ યોગધર્મના અભિલાષક છે અને પ્રવૃત્તચક્રયોગી આત્માઓ યોગધર્મના અભિલાષક અને પ્રવર્તનશીલ છે. એટલે આ બન્ને યોગીઓને યોગધર્મનું સ્વરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org