________________
૧૩૮
આઠ દૃષ્ટિની સઝાય તેથી મુક્તિતત્ત્વમાં કંઈ તફાવત થતો નથી. તેવી જ રીતે મુક્તિમાર્ગમાં અને સર્વજ્ઞમાં, પણ એકત્વ હોવા છતાં દર્શનભેદે જે નામભેદ છે તેનો મહાત્મા પુરુષોને કોઈપણ જાતનો ઝઘડો હોતો નથી.
આ દીપ્રાદષ્ટિનો અર્થ ચાલે છે. ૧ થી ૪ દૃષ્ટિ સુધી જીવ મિથ્યાત્વી હોય છે. ચોથી દીપ્રાદષ્ટિના અન્તિમ ભાગમાં અતિશય મંદ મિથ્યાત્વ હોય છે. પરંતુ સ્થિરાદિ પાંચમી દૃષ્ટિથી જે સમ્યકત્વ ગુણ આવે છે. તે આ ચોથી દૃષ્ટિમાં હોતો નથી. તેથી વેદ્યસંવેદ્યપદ પણ દીપ્રાદષ્ટિમાં હોતું નથી. તેના કારણે સમ્યગ્દષ્ટિ આત્મા જેવો સૂક્ષ્મબોધ પણ અહીં સંભવતો નથી. છતાં જે કંઈ વિશિષ્ટ જ્ઞાનભૂમિકા પ્રાપ્ત થઈ છે તે અવશ્ય વેદસંવેદ્યપદ, સમ્યકત્વ, અને સ્થિરાદિ દૃષ્ટિઓ પ્રાપ્ત કરાવે જ છે. આ દીપ્રાદષ્ટિના કાળે પણ સમ્યકત્વાદિ ગુણો ન હોવા છતાં તે તે ગુણોની પૂર્વભૂમિકા નક્કર બંધાઈ હોવાથી વીતરાગ પરમાત્માને સાચા દેવ, નિગ્રંથ મહાવ્રતધારક ગુરુને જ ગુરુ, અને સંસારથી તારે તે જ ધર્મ આવા પ્રકારનું યથાર્થ જ્ઞાન આ દૃષ્ટિકાળે વર્તે છે. તેથી કુદેવ - કુગુરુ અને કુધર્મને માનવાની વાત તો આ દૃષ્ટિકાળે હોતી નથી. સુદેવ-સુગુરુ અને સુધર્મને જ માનવાની વાત પાકી હોય છે. પરંતુ સુદેવત્વ કઈ વ્યક્તિમાં માનવું ? સુગુરુત્વ કઈ વ્યક્તિમાં માનવું ? ઈત્યાદિ વિષયનું સ્પષ્ટ જ્ઞાન આ દૃષ્ટિમાં હોતું નથી. કારણ કે હજુ સમ્યકત્વાદિ નથી.
સુવાદિના સ્વરૂપમાં કોઈ વિવાદ નથી. પરંતુ આ સ્વરૂપ કોનામાં હોય ? એ ચોક્કસ જણાતું નથી. તેથી જેમ ઋષભદેવ અજિતનાથ - સંભવનાથ ઇત્યાદિ ભગવન્તો સાચા સર્વજ્ઞ છે. તેથી તેઓ જેમ સુદેવ કહેવાય છે. તેમ બુદ્ધ, કપિલ, અક્ષપાદ, કણાદ આદિ ઋષિમુનિઓમાં નામમાત્રના ભેદથી સર્વજ્ઞત્વનો અભાવ છે. એમ કહી શકાય નહી. અર્થાત્ તેઓ પણ સર્વજ્ઞ હોય એવું કાં ન બને ? તેથી બુદ્ધ-કપિલ-મહાવીર આદિ નામભેદ હોવા છતાં તે સર્વે પણ સર્વજ્ઞપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org