SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ : દ્વિતીય આવૃત્તિની છે કરાવવા ક ઉs, મને જણાવતાં ઘણો જ આનંદ થાય છે કે વિક્રમ સંવત ૨૦૫માં અપ્રકાશિત કરેલી “શ્રી આઠ દૃષ્ટિની સઝાય”ની માં પ્રથમ આવૃત્તિની સર્વે કોપીઓ માત્ર બે વર્ષ જેવા ટૂંકા ગાળામાં જ સમાપ્ત થઈ ગઈ છે. અધ્યાત્મી આત્માઓને આ ગ્રંથ અતિશય રૂચિકર લાગ્યો છે. ચારે બાજુથી આ પુસ્તકની વારંવાર માંગણીઓ આવ્યા જ કરે છે. યોગદષ્ટિ સમુચ્ચયમાં પૂજ્યપાદ હરિભદ્રસૂરિજી મહારાજશ્રીએ જણાવેલી આઠ દષ્ટિઓનું વર્ણન આ સઝાયમાં પૂજય ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજશ્રીએ એવું સુંદર કર્યું છે કે ગુજરાતીમાં કાવ્યરૂપે ગાયા જ કરીએ, બસ ગાયા જ કરીએ. તેનો લય પૂર્ણ થતો જ નથી. આ કારણે મુમુક્ષુ આત્માઓની સતત માંગણીને ધ્યાનમાં રાખીને અમે આ બીજી આવૃત્તિ પ્રકાશિત કરવા ભાગ્યશાળી બન્યા છીએ. આશા છે ઉત્તમ આત્માઓ આ ગ્રંથનું વધારેમાં વધારે પઠન-પાઠન કરે તથા પોતાના નીકટતમ પ્રિયવર્ગને આત્મકલ્યાણકારક આવા ગ્રંથના વાંચનની પ્રેરણા કરે અને તેના દ્વારા સ્વ-પર ઉપકાર કરી આત્મહિત સાધી આત્માના અનંત ચતુષ્ટયને પ્રાપ્ત કરી સાદિ અનંત સુખના ભોક્તા બને. ૭૦૨, રામસા ટાવર્સ, ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, અડાજણ પાટીયા, સુરત-૯. (INDIA) ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા ફોન : ૨૬૮૮૯૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001188
Book TitleAth Drushtini Sazzay
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2003
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy