________________
ત્રીજી બલા દૃષ્ટિ
બલા દૃષ્ટિનો સાર આ પ્રમાણે છે.
(૧) કાષ્ઠના અગ્નિ સંબંધી પ્રકાશતુલ્ય દર્શન(બોધ-જ્ઞાન) હોય છે. (૨) યોગનું ત્રીજું અંગ “આસન” (સ્થિરતા) આ કાળે આવે છે. ખોટી ખોટી તૃષ્ણાઓના અભાવથી કોઈપણ વિવક્ષિત ધર્માનુષ્ઠાનના સેવનમાં સુખપૂર્વક “આસન” લગાવે છે. (૩) યથોચિત આચરણ કરાતાં સર્વ ધર્મ અનુષ્ઠાનોમાં અત્વરાપૂર્વક ગમનાગમન કરે છે.
66
(૪) અપાયોના પરિહારથી સર્વ કાર્યો પ્રણિધાન(એકાગ્રતા)પૂર્વક કરે છે. (૫) તત્ત્વ સાંભળવાની બભૂક્ષા તીવ્ર બને છે. ઉત્કટ શુશ્રૂષાગુણ આવે છે. (૬) આ શુશ્રુષા તત્ત્વજ્ઞાનરૂપી જળપ્રવાહ પ્રાપ્ત કરવા માટે સરવાણીતુલ્ય છે. સરવાણી વિનાની ભૂમિમાં ફૂપખનન નિરર્થક છે તેમ શુશ્રૂષાગુણ વિના તત્ત્વશ્રવણ પણ નિરર્થક છે. બહેરા આગળ ગાયન ગાવા તુલ્ય છે.
(૭) ઉત્કટ શુશ્રૂષાના પ્રભાવે સોપક્રમી તીવ્ર કર્મોનો ક્ષય થાય છે. જેથી ઉત્તમ બોધની પ્રાપ્તિ થાય છે. અને યોગધર્મની પ્રાપ્તિમાં આવનારાં વિઘ્નોનો પણ અભાવ થાય છે.
(૮) ક્ષેપ નામના ત્રીજા ચિત્તદોષનો અહીં ત્યાગ થાય છે. તેનાથી યોગધર્મના સેવન માટેનું કૌશલ્ય પ્રાપ્ત થાય છે. આધ્યાત્મિક વિકાસ સરળ બને છે.
(૯) અનુચિત આચરણનો જીવનમાંથી ત્યાગ થાય છે. ઉચિત જ આચરણમાં ટેવાઈ જાય છે. જેથી ધર્માનુષ્ઠાનનું આચરણ કરવું વધુ શક્ય બને છે.
(૧૦) જીવન બદલાઈ જાય છે. ભોગમાર્ગ તરફ વળેલું આ જીવન યોગમાર્ગ તરફ વધારે ઢળે છે. જેથી સારો એવો યશ ચોતરફ પથરાય છે. માન-પ્રતિષ્ઠા અને લોકવિશ્વાસ વધે છે. (૧૧) જેનાથી આ સાધક આત્મા “મહોદય”ને પામે છે. કલ્યાણકારી માર્ગ ઉપર ચઢે છે. સાચો આત્મતત્ત્વસાધક રસ્તો હાથ લાગે છે. આત્માની પરિણતિ અતિશય નિર્મળ બનતી જાય છે. બલા દૃષ્ટિ સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org