________________
આઠ દૃષ્ટિની સજ્ઝાય
કોઈપણ વસ્તુ સારી છે. લાભદાયી છે. એટલે ચાલો, દરેકને આપીએ, ગમે તેને આપીએ, એમ વિચાર કરીને યોગ્ય-અયોગ્યનો વિભાગ કર્યા વિના ગમે તેને ગમે તે વસ્તુ જે આપે છે, તે અવશ્ય દુ:ખ જ પામે છે. કારણ કે અયોગ્યના હાથમાં કિંમતી વસ્તુ આવવાથી પાણીના મૂલ્યમાં તે વેચાઈ જાય છે. અથવા તે વસ્તુથી તે અહંકારી બને છે. અથવા કિંમતી તે વસ્તુની સાથે તે વ્યકિતનું જ અપહરણ થઈ જાય છે. ઇત્યાદિ રીતે ઘણું નુકશાન થાય છે.
૨૨૮
તે જ પ્રમાણે યોગ્ય-અયોગ્ય શ્રોતાનો વિચાર કર્યા વિના યોગશાસ્ત્રો સંબંધી ગુહ્યભાવોની મોટી મોટી વાતો જે ઉપદેશક જ્યાં ત્યાં જો કરશે તો તે ઉપદેશક પંડિતોની પર્ષદામાં મુષ્ટિપ્રહાર અને પગની લાતોનો માર ખાશે. તેને પ્રહાર અને લાતો ખમવી પડશે.
ગ્રંથકારશ્રીએ વ્યંગમાં ઘણું ઘણું કહી દીધું છે કે આત્માની પરિણતિને સુધારનારા જ આ મહાગ્રંથો છે એટલે કંઈક અંશે નિશ્ચયનયની પ્રધાનતા સમજાવનારા છે. તેથી જે જીવો કેવળ એકલા વ્યવહારનયના જ પક્ષપાતી હોય છે અને બાહ્ય અનુષ્ઠાનમાત્રને જ ધર્મ સમજતા હોય છે. પછી ભલે તે ક્રિયા અનુષ્ઠાનની પાછળ દંભ, માન, અને અર્થાદિની લાલસા પોષાતી હોય, પરંતુ લોકોમાં તો તે ધર્મી કહેવાય. માન મળે, પૂજા-પ્રતિષ્ઠા પામે, તેવા જીવો વચ્ચે મનની પરિણતિને સુધારનારી નિશ્ચયનયની દૃષ્ટિ સમજાવતાં જ તે જીવો કોપાયમાન થાય, જેમ જેમ વાત આગળ વધે તેમ તેમ બોલાચાલી, ઝઘડા અને મારામારી પણ થાય, એવી જ રીતે એકલા નિશ્ચયનયની જ દૃષ્ટિવાળા જે જીવો હોય છે અધ્યાત્મનાં માત્ર ગાણાં ગાનાર હોય છે. આચરણમાં રાત્રિભોજનના ત્યાગ જેવું પણ જ્યાં નથી હોતું, ત્યાં વ્યવહારનયની વાત સમજાવતાં તેઓ પણ આ રીતે જ કોપાયમાન થાય છે. આ રીતે એક નયમાં આગ્રહયુક્ત દૃષ્ટિવાળા જીવો વચ્ચે ઊંચી વાતો કરવાથી અતિશય અલગ પડી જવાના અને ઘણી અપ્રીતિ વહોરવાના પણ પ્રસંગો આવે છે. સત્ય વાત ન સમજી શકવાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org