________________
૨૨૬
આઠ દૃષ્ટિની સજ્ઝાય
ગ્રંથોની મોટી વાતો કરે છે તેઓને પંડિતોની પર્ષદામાં મુષ્ટિપ્રહાર અને લાતો જ ખમવાનો સમય આવે છે.
વિવેચન - યોગના ગ્રંથોમાં સમજાવેલા ભાવો ગુહ્યભાવો છે. ગુહ્ય એટલે છુપાવી રાખવા યોગ્ય, અર્થાત્ જેને તેને ન અપાય તેવી વસ્તુ, જેમ હીરા, માણેક અને સાચા મોતીના દાગીના જેને તેને અપાતા નથી, જેને તેને બતાવાતા નથી, અને પોતાના જ ઘરનાં પાત્રોમાં પણ જેને તેને પહેરાવાતા નથી. કારણ કે તે દાગીના બહુ કિંમતી છે. જેઓ તેનું મૂલ્ય ન સમજે તેવા બાળક, અજ્ઞાની અને ચોરીની બુદ્ધિવાલાને અપાતા નથી. જો આપવામાં આવે તો લાખનો માલ હજારમાં વેચી આવે, અથવા દાગીનાની સાથે બાળક પણ ગુમાવવું પડે, ઇત્યાદિ ઘણા અનર્થો થાય. આ વાત સમગ્ર જગત જાણે છે.
તે જ પ્રમાણે યોગના આ ગ્રંથમાં તથા અન્ય ગ્રંથોમાં લખેલા ભાવો પણ હીરા-માણેક અને સાચા મોતીના દાગીનાની તુલ્ય છે. એટલે કે અતિશય ગુહ્ય ભાવો છે. આ ભાવો તેઓને જ આપવા યોગ્ય છે કે જેઓનું “ગુરુ શિષ્ય વચ્ચેનું અંતર” ભાંગી ગયું હોય.
યોગશાસ્ત્રોના ગૂઢાર્થને સમજાવનારા ગુરુભગવન્તો અને સાંભળનારા શ્રોતા વર્ગો, આ બન્નેની વચ્ચે અંતર ભાંગી ગયું હોય એટલે કે આ બન્નેની વચ્ચે અંતર ન હોય તો જ ઉપદેશકોએ આ ભાવો સમજાવવા. ઉપદેશક ગુરુભગવંત પણ યોગશાસ્ત્રના અભ્યાસી પ્રેમી, વૈરાગી, અને તેવા તેવા ભાવોમાં સતત લીન હોવા જોઈએ અને તેઓની પાસે આવી ઉચ્ચકોટિની વાતો સાંભળવા આવનારો શ્રોતાવર્ગ પણ તે ઉપદેશક પ્રત્યે, યોગધર્મની કથા પ્રત્યે, તે કથા સમજાવનારા શાસ્ત્રો પ્રત્યે અત્યન્ત પ્રેમવાળો, બહુમાનવાળો, પૂજ્યભાવવાળો અને સદ્ભાવયુક્ત હોવો જોઈએ. તો જ કહેનાર - સાંભળનારનો તાલ મળે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org