________________
આઠમી પરા દૃષ્ટિ
૬ ઊહ -
૭ અપોહ
૨૨૧
જાણેલા અર્થમાં પૂર્વે જાણેલા અર્થની સાથે પૂર્વાપર રીતે અનુસંધાનથી વિચારણા કરવી તે. વિચારણા કરતાં કરતાં તે તે અર્થમાં જે જે અઘટિત અને અનુચિત અર્થ હોય, અર્થાત્ જેની અનુપપત્તિ હોય, તેનો ત્યાગ કરવો તે.
૮ તત્ત્વાભિનિવેશ - ઘણી ઘણી ચર્ચા વિચારણાના અંતે જે સાચું તત્ત્વ લાગે, યુક્તિયુક્ત હોય તેનો આદર કરવો, સ્વીકાર કરવો તે.
ઉપરોક્ત બુદ્ધિના (જ્ઞાનપ્રાપ્તિના કારણરૂપે) આઠ ગુણો છે. અનાદિકાળથી સર્વે આત્માઓ આ આઠે ગુણો પૂર્વકની બુદ્ધિને અર્થની અને કામની પ્રાપ્તિમાં લગાડે જ છે. પરંતુ તત્ત્વપ્રાપ્તિમાં તેનો નિયોગ કરવાનું કામ આ પ્રવૃત્તચક્રયોગીઓ જ કરે છે. શુશ્રૂષાથી શરૂ થયેલી તત્ત્વપ્રાપ્તિની કામના તત્ત્વાભિનિવેશમાં સમાપ્ત થાય છે.
ગીતાર્થ ગુરુઓ પાસેથી પ્રવૃત્તચક્રયોગીઓ આ આઠે ગુણો પૂર્વક યોગદશાનું સ્વરૂપ પ્રથમ બરાબર જાણે છે. જાણીને તેના ઉપર બરાબર રુચિ કરીને તેને આદરવાનો પ્રયત્ન કરે છે. તેમાં સૌથી પ્રથમ યોગના આઠ અંગોમાંનું પહેલું અંગ જે “યમ” તેને આદરે છે. યમ એટલે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. પાંચ પ્રકારનાં હિંસાદિ પાપોનો પરિહાર તે યમ કહેવાય છે. તે પાંચે યમોના ચાર ચાર ભેદો છે. (૧) ઇચ્છા, (૨) પ્રવૃત્તિ, (૩) સ્થિરતા, (૪) સિદ્ધિ, આ ચાર ચાર ભેદોમાંથી યમદ્રયલાભી પ્રથમના બે ભેદ કે જે ઇચ્છા અને પ્રવૃત્તિ કહેવાય છે તેને પ્રાપ્ત કરનારા આ યોગીઓ હોય છે અને પરદુગઅર્થી - પાછળના જે બે ભેદ છે સ્થિરતા અને સિદ્ધિ તે બે મેળવવાની આતુરતા વાળા હોય છે.
Jain Education International
-
ઇચ્છા આદિ ચાર ભેદોમાંથી જેમ પ્રથમના બે ભેદની પ્રાપ્તિ અને શેષ બે ભેદની અભિલાષા હોય છે. તેમ યોગાવંચક, ક્રિયાવંચક
For Private & Personal Use Only
www.jainelibrary.org