________________
આઠમી પરા દૃષ્ટિ
૨૧૯ પૂર્વક દયાળુ હોય છે. દુઃખી જીવો ઉપર કરુણા કરનારા હોય છે. પોતાની શક્તિ પ્રમાણે પણ લોકોનાં દુઃખોને દૂર કરનારા હોય છે.
(૬) ઉપયોગયુક્ત - કુલયોગીઓ યોગધર્મ આરાધવાની ઇચ્છાવાળા છે. તેથી જીવોની જયણા પાળવામાં ઉપયોગવાળા, સાચું બોલવાની મનોવૃત્તિવાળા, એ જ પ્રમાણે સદાચાર, સત્સંગ, સ્વાધ્યાય, અને દાન-શીયળ-તપ તથા ભાવ એમ ધર્મનાં જે જે અનુષ્ઠાનો આચરવાનો સમય આવે ત્યારે શક્તિને ઓળંગ્યા વિના અને શક્તિને ગોપવ્યા વિના તે તે સાધી લેવા સતત ઉપયોગવાળા હોય છે. ક્યાંય ક્યારેય ગલત કરતા નથી. પૂરેપૂરી સાવધાની રાખીને આવેલી તકને ઝડપી લેનારા હોય છે.
ઉપરોક્ત લક્ષણોવાળા બીજા નંબરના કુલયોગી આત્માઓ આ ગ્રંથ તથા આવા અન્ય પણ યોગના ગ્રંથો ભણવા માટે અધિકારી છે. શ્રી યોગદષ્ટિસમુચ્ચયમાં કુલયોગીનું સ્વરૂપ આ પ્રમાણે કહ્યું છે.
ये योगिनां कुले जातास्तद्धर्मानुगताश्च ये । कुलयोगिन उच्यन्ते, गोत्रवन्तोऽपि नापरे ॥ २१०॥ सर्वत्राद्वेषिणश्चैते, गुरुदेवद्विजप्रियाः ।। दयालवो विनीताश्च, बोधवन्तो यतेन्द्रियाः ॥ २११॥
અર્થ - જે યોગીઓના કુળમાં જન્મ્યા છે. યોગીઓના ધર્મને અનુસરવાની ઇચ્છાવાળા છે. તે કુલયોગી કહેવાય છે. પરંતુ બીજા, તે કલમાં જન્મ્યા હોવા છતાં ગોત્રવાળા છે. પરંતુ કુલયોગી નથી. ૨૧૦
આ કુલયોગી આત્માઓ સર્વ ઠેકાણે અષવાળા, ગુરુ, દેવ અને દ્વિજ પ્રત્યે પ્રીતિવાળા, દયાળુ, વિનીત, બોધવાળા અને જિતેન્દ્રિય હોય છે. ૨૧૧
આ પ્રમાણે કુલયોગીનું સ્વરૂપ સમજાવ્યું. જો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org