________________
૨૧૮
આઠ દૃષ્ટિની સજ્ઝાય સ્થાનનો, કોઈ વ્યક્તિનો, કે કોઈ સિદ્ધાન્તનો આગ્રહ હોતો નથી. કોઈપણ જાતના બદ્ધ આગ્રહવાળાને તેનું ધાર્યું ન થાય ત્યારે આપોઆપ દ્વેષ જન્મે છે. કદાગ્રહ એ દ્વેષનું મૂળ કારણ છે. જેઓ નિરાગ્રહી છે. સત્ય તત્ત્વ માત્રના શોધક છે. તેઓને કોઈના પણ ઉપર દ્વેષ હોતો નથી. અને થતો પણ નથી.
(૨) ગુરુપ્રિય - આ કુલયોગી મહાત્માઓ યોગપ્રિય હોવાથી આવી ઉત્તમ યોગદશા સમજેલા અને ઉપકારકભાવે ૫૨ને સમજાવનારા ધર્મગુરુઓ ઉપર આપોઆપ કુદરતી રીતે અનુપમ પ્રેમવાળા હોય છે. પ્રેમ કરવાનું કહેવું પડતું નથી.
(૩) દેવપ્રિય - તેવી જ રીતે આ યોગનું સ્વરૂપ મૂળથી બતાવનારા પરમાત્માઓ પ્રત્યે પણ યોગની પ્રિયતાથી જ અપાર પ્રેમવાળા હોય છે.
(૪) દ્વિજપ્રિય જાણનારા જ્ઞાનીઓ, આ કારણે પ્રીતિવાળા આ મહાત્માઓ હોય છે.
-
જે વ્યક્તિને જે વસ્તુ પ્રત્યે પ્રેમ હોય છે. તે વ્યક્તિને તે વસ્તુ જણાવનારા પ્રત્યે, તે વસ્તુના મૂળ માલિક એવા દેવ પ્રત્યે, અને તે વસ્તુ પ્રાપ્ત કરી ચૂકેલા મહાત્માઓ પ્રત્યે કુદરતી રીતે જ પ્રેમ થતો હોય છે. તેમ અહીં પણ ગુરુ-દેવ અને દ્વિજ ઉપર પ્રેમવાળાપણું એ કુલયોગીઓનું લક્ષણ છે.
Jain Education International
દ્વિજ એટલે બ્રાહ્મણ, મુનિ અને બ્રહ્મતત્ત્વને વ્યક્તિઓ ઉપર પણ યોગધર્મની પ્રીતિના
(૫) દયાળુતા યોગધર્મમાં જેઓને આગળ વધવું છે. યોગની સાધના જેને કરવી છે. તેવા મહાત્માઓ સંક્લિષ્ટ પરિણામવાળા કદાપિ હોતા નથી. તીવ્ર પાપ કદાપિ આચરતા નથી. તેથી નાના-મોટા કોઈ જીવોની હિંસા ન થઈ જાય. કોઈને અલ્પ પણ દુ:ખ આપણાથી ન થઈ જાય. તેની પૂરેપૂરી સાવધાની રાખવા
-
For Private & Personal Use Only
www.jainelibrary.org