________________
આઠમી પરા દૃષ્ટિ
૨૧૭ હેતુથી આ રચના કરી છે. જૈનશાસ્ત્રોમાં યોગીઓના કુલ ચાર પ્રકાર છે. (૧) ગોત્રાયોગી, (૨) કુલયોગી, (૩) પ્રવૃત્તચકયોગી અને (૪) નિષ્પન્નયોગી તેમાંના મધ્યવર્તી બે પ્રકારના યોગીઓના હિત માટે આ સક્ઝાય રચી છે.
જે યોગીઓના કુલમાં જન્મ્યા છે પરંતુ યોગધર્મની અલ્પ પણ પ્રીતિ જેઓને નથી, યોગધર્મની યોગ્યતા જેઓ ધરાવતા નથી તે તરફ જવાની જેઓની મનોવૃત્તિ નથી. યોગીઓના ગોત્રમાં જન્મ્યા હોવાથી જેઓ નામમાત્રથી જ યોગી છે તે ગોત્રયોગી કહેવાય છે. તેઓ યોગ પ્રત્યે પ્રીતિ વિનાના હોવાથી આ સક્ઝાય કે આવા આવા યોગગ્રંથો ભણવા માટે અનધિકારી છે.
તથા જેઓ યોગદશા સિદ્ધ કરી ચૂક્યા છે. તેરમા - ચૌદમાં ગુણસ્થાનકે આરૂઢ થયેલા છે. જેઓને હવે સાધવાનું કંઈ પણ બાકી નથી તેવા યોગીઓને નિષ્પન્નયોગી કહેવાય છે. તેઓ યોગદશા પામી ચૂક્યા હોવાથી આ સઝાય અથવા આવા યોગગ્રંથો ભણવા માટે અધિકારી નથી. બાકીના મધ્યવર્તી બે યોગીઓ આ ગ્રંથ અથવા આવા યોગના ગ્રંથો ભણવાના અધિકારી છે.
કુલયોગીનું સ્વરૂપ આ પ્રમાણે છે. જેઓ યોગીઓના કુલમાં જન્મ્યા છે. યોગીઓના ધર્મને અનુસરવાની જેઓની ઇચ્છા છે. યોગ ધર્મ ઉપર જેઓને અતિશય પ્રેમ - બહુમાન છે. ધર્મની આરાધના કરવાની ઇચ્છાવાળા જે આત્માઓ છે તે કુલયોગી કહેવાય છે. તેઓનાં લક્ષણો આ પ્રમાણે છે.
(૧) અદ્દેષ - આ યોગીઓ યથાર્થ તત્ત્વ જાણવાની જિજ્ઞાસાવાળા છે. અથવા કંઈક અંશે યથાર્થ તત્ત્વ જાણનારા છે. તેથી તે તે યથાર્થ તત્ત્વ અમને કેમ પ્રાપ્ત થાય ? ક્યાંથી પ્રાપ્ત થાય ? તેની જ સાચી વિચારણા કરવાવાળા હોય છે. તેઓને કોઈ
છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org