________________
૨૨૦
આઠ દૃષ્ટિની સઝાય હવે પ્રવૃત્તચક્રયોગનું વર્ણન સમજાવે છે. શુશ્રુષાદિક અડગુણસંપૂરણ, પ્રવૃત્તચક્ર તે કહીએજી | યમદ્રયલાભી પરદુગઅર્થી, આદ્ય અવંચક લહીએજી ચાર અહિંસાદિક યમ ઇચ્છા, પ્રવૃત્તિ થિર સિદ્ધિ નામેજી શુદ્ધ રુચે, પાળે, અતિચારહ ટાળે, ફળ પરિણામે જી પા
ગાથાર્થ - શુશ્રુષા અદિ બુદ્ધિના આઠ ગુણોથી જે પૂર્ણ છે. તથા અહિંસાદિ પાંચ યમોના ચાર ચાર ભેદોમાંથી પ્રથમના બે ભેદને પામેલા, અને પાછળના બે ભેદના જેઓ અર્થી છે. અને ત્રણ અવંચકમાંથી પ્રથમ અવંચકને જે પામેલા છે. તે પ્રવૃત્તચક્રયોગી કહેવાય છે. અહિંસાદિ પાંચે યમના ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ એમ ચાર ભેદો છે. શુદ્ધ રુચિ તે ઇચ્છા, પાળવું તે પ્રવૃત્તિ, અતિચારોનું વર્જન તે સ્થિરતા, અને ફળસ્વરૂપ આત્મપરિણતિ તે સિદ્ધિ કહેવાય છે. આપણે
વિવેચન - આ ગાથામાં પ્રવૃત્તચયોગી નામના ત્રીજા યોગીનું સ્વરૂપ સમજાવે છે. શુશ્રુષા આદિ બુદ્ધિના આઠ ગુણો છે તે આઠે ગુણોથી યુક્ત એવા આ યોગીઓ હોય છે. તે આઠ ગુણો આ પ્રમાણે છે - ૧ શુશ્રુષા - સાચું તત્ત્વ જાણવાની અને સાંભળવાની તમન્ના. ૨ શ્રવણ - ગુરુ મુખે સાચું તત્ત્વ સાંભળવું. ૩. ગ્રહણ - - ગુરુ પાસેથી સાંભળેલી વાણી અને તેના અર્થને ગ્રહણ
કરવો. ૪. ધારણા - સાંભળેલી વાણી અને અર્થને બરાબર ધારી
રાખવો, ભુલી ન જવો, તેની અવિસ્મૃતિ. ૫ વિજ્ઞાન - ગ્રહણ કરેલા અર્થબોધમાંથી સંશય, વિપર્યય અને
અનધ્યવસાય દૂર કરી સ્પષ્ટ બોધ કરવો તે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org