________________
પાંચમી સ્થિરા દૃષ્ટિ
૧૪૭ વિષયોના ઉપભોગનું આકર્ષણ અનાદિનું ઘણું ગાઢ છે. આજસુધીના સંસારના પરિભ્રમણનું પણ આ જ કારણ છે. અવિરતિના સંસ્કાર અનાદિના છે અને તેને દૂર કરવા જ છે. તથા સમ્યકત્વના સંસ્કાર વર્તમાનભવવિષયક જ માત્ર છે. અને તેને સાચવવા છે. એટલે આ આત્મા વિષમ સ્થિતિમાં મુકાય છે. મહા-પુણ્યોદયે આવેલી સાધનામાં અવિરતિ વિક્ષેપો ઊભા કર્યા જ કરે છે. માટે મારે મહા-સાહસ કરવું જ જોઈએ. આત્મબળનો ઉપયોગ સવિશેષ કરવો જ જોઈએ એવી વિશેષ જાગૃતિ આ દૃષ્ટિમાં આવે છે.
(૨) બ્રાન્તિ દોષનો ત્યાગ - આ દૃષ્ટિ રત્નપ્રભાસમ હોવાથી તત્ત્વવિષયક જ્ઞાન ઘણું નિર્મળ અને શુદ્ધ હોય છે. વેદ્યસંવેદ્યપદના પ્રતાપે બ્રમાત્મક જ્ઞાન હોતું નથી. મોક્ષનાં સાધક અંગો કયાં ? અને બાધક અંગો ક્યાં ? તેનું સમારોપ (બ્રમ) વિનાનું જ્ઞાન હોય છે. સમારોપ એટલે ભ્રમ, તે ત્રણ પ્રકારનો હોય છે. (૧) વિપર્યય, (૨) સંશય અને (૩) અનધ્યવસાય, જ્યાં વિવક્ષિત વસ્તુમાં તેનાથી ભિન્ન વસ્તુનો બોધ થાય, જેમ પિત્તળમાં સુવર્ણની બુદ્ધિ તે વિપર્યય, જ્યાં ઉભયકોટિના સ્પર્શવાળું અનિર્ણયાત્મક જ્ઞાન હોય, જેમ કે શું આ સર્પ છે કે રજુ તે સંશય, અને જ્યાં તદન અસ્પષ્ટ બોધ થાય તે અનધ્યવસાય. જેમકે માર્ગે જતાં રસ્તામાં થતો તૃણસ્પર્શ. આ ત્રણે પ્રકારના જ્ઞાનને ભ્રમાત્મકસમારોહાત્મક જ્ઞાન કહેવાય છે. આ દષ્ટિ નિર્મળ હોવાથી આવું બ્રાન્તિવાળું જ્ઞાન હોતું નથી. બ્રાન્તિ દોષનો અહીં સંભવ નથી.
(૩) સૂમબોધની પ્રાપ્તિ - પૂર્વે આવી ગયેલી દષ્ટિઓના કાળે નિરંતર સદ્ગુરુઓ પાસે અને સત્સમાગમ દ્વારા સુંદર તત્ત્વશ્રવણ કરેલું હોવાથી અને અહીં સમ્યકત્વ પ્રાપ્ત થયેલું હોવાથી આ આત્માને હેય-ઉપાદેયનો અને ઉપકારક-અપકારક તત્ત્વનો અતિશય સૂક્ષ્મ બોધ પ્રવર્તે છે. સંસારના કારણભૂત વિષય-કષાયની પરિણતિને ખૂબ સ્પષ્ટપણે સમજવાનું બને છે. તેને દૂર કરવાનો યથાર્થ પ્રયત્ન પણ અહીં આદરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org