________________
છઠ્ઠી કાન્તા દૃષ્ટિ
૧૬૭
રાજી થતા નથી. અને પાપના ઉદયથી દુ:ખ અલાભ-અપયશાદિ પ્રાપ્ત થાય તો પણ સર્વ દુઃખોને સહી લેવાની પૂર્ણ તૈયારી હોવાથી અને ધૈર્યતાદિ ગુણો હોવાથી ચિત્તમાં અલ્પ પણ ખેદ પામતા નથી. સારાંશ કે દ્વન્દ્વોથી અ-પરાહત હોય છે,
આ રીતે આ મહાત્માઓ ગુણીયલ હોવાથી, ગુણપ્રિય હોવાથી, વિશિષ્ટ ઇજ્જત ધરાવતા હોવાથી, ખોટું કરવાનો અંશમાત્ર પણ આશય ન હોવાથી, નિર્દોષ જીવન હોવાથી, પરજીવો પ્રત્યે પણ મૈત્રી આદિ ઉત્તમ ભાવો હોવાથી તથા પરોપકારપરાયણ હોવાથી સર્વ જીવોને પ્રિય જ લાગે છે. અર્થાત્ “સર્વજનપ્રિયત્વ” ગુણ તેઓમાં હોય છે. જો કે લોકોમાં જનપ્રિય બનવાની મનોવૃત્તિ આ મહાત્માઓ ધરાવતા નથી. લોકો અમને સારા કહે માટે લોકો દેખે તો સારું વર્તન અને શેષકાળે અનુચિત વર્તન આ જીવો કરતા નથી. પરંતુ તેઓના જીવનની પવિત્રતાથી જ લોકો તેઓ તરફ વિશ્વાસ અને પ્રેમ વરસાવે છે. છઠ્ઠી કાન્તા દૃષ્ટિની પૂર્વભૂમિકામાં વર્તતા મહાત્માઓમાં આવા ઉત્તમોત્તમ ગુણો હોય છે. I॥૨॥ નાશ દોષનો રે તૃપ્તિ પરમ લહે, સમતા ઉચિત સંયોગ નાશ વૈયરનો રે બુદ્ધિ ઋતંભરા, એ નિષ્પન્નહ યોગ રે।
॥ ધન ધન૦ || ૩ || ગાથાર્થ - (૧૫) દોષોનો નાશ, (૧૬) પરમ તૃપ્તિ(સંતોષ), (૧૭) વિશિષ્ટ સમતા, (૧૮) ઔચિત્યનું આચરણ, (૧૯) વૈરનો નાશ, અને (૨૦) ઋતંભરા બુદ્ધિ ઇત્યાદિ ગુણો આવી યોગદશા આવે ત્યારે મહાપુરુષોને આવે છે.
વિવેચન સ્થિરા નામની પાંચમી દૃષ્ટિ આવેલી હોવાથી વેદ્યસંવેદ્યપદ અને સમ્યક્ત્વાદિ ગુણો જીવનમાં પ્રાપ્ત થયા હોવાથી આ યોગીઓને મુક્તિ અને મુક્તિના ઉપાયભૂત યોગસાધના જ ગમતી હોય છે. જ્ઞાન અને ચારિત્ર સેવનમાં જ રસ વિશેષ હોય છે. સંસારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org