________________
છઠ્ઠી કાન્તા દૃષ્ટિ
૧૮૩ પરંતુ તે સુખો એ કિપાકના ફળની જેમ પરિણામે અનંત દુઃખદાયી જ છે, જેમ દુર્જનની મીઠી વાણી પણ દુઃખદાયી જ હોય છે, તેમ સમજી આ સંસારનાં સર્વે સુખોને યોગી મહાત્માઓ જુઠાં જાણે છે. તેથી ડરતા નથી, તેની લાલચમાં ફસાતા નથી. તેની પ્રાપ્તિ માટે અન્યાય- અનીતિ કે મહાપાપ કરતા નથી. તેથી ચીકણાં કર્મો બાંધતા નથી. જે આત્માઓ આ વિષયભોગોને અપારમાર્થિક સમજે છે, તેઓ તેની આસક્તિ કરતા નથી. છઠ્ઠી દૃષ્ટિનો આવો પ્રભાવ હોવાથી વિષયભોગોને અતત્ત્વ સમજવાના કારણે ભોગોના સમૂહમાંથી પણ (એટલે રાજ્યઋદ્ધિ જેવા સુખમાંથી પણ) કોઈપણ જાતના વિપ્નો વિના મોક્ષમાર્ગ તરફ જ વેગે વેગે ચાલવા માંડે છે.
પૂર્વબદ્ધ પુણ્યોદયજન્ય ભોગસંપત્તિ પણ પારમાર્થિકપણે પ્રાપ્ત થયેલી ધર્મપ્રવૃત્તિનો પ્રતિબંધ કરી શકતી નથી. જે વાયુ દીપકનો નાશ કરે છે તે જ વાયુ મહાદાવાનળનો નાશ કરી શકતો નથી. તેની જેમ ભોગ પ્રવૃત્તિ સામાન્ય ધર્મપ્રવૃત્તિનો પ્રતિબંધ કરી શકે છે. પરંતુ આ દૃષ્ટિકાળે આવેલી જે ધર્મપ્રવૃત્તિ છે. તે કર્મને બાળવામાં મહાદાવાનળ સમાન છે. તે ધર્મ પ્રવૃત્તિનો નાશ ભોગપ્રવૃત્તિ કરી શકતી નથી. અહીં ધર્મપ્રવૃત્તિ ઘણી પ્રબળ બની ચૂકી છે. અને ભોગપ્રવૃત્તિ અત્યન્ત દુર્બળ બની ચૂકી છે.
મોહનીયકર્મનો વધારે વધારે ક્ષય થવા માંડ્યો છે. જો કે ચોથા ગુણઠાણાથી જ મોહનીયકર્મ મંદ થતું જાય છે. તો પણ સ્થિરાદષ્ટિકાળે સૂક્ષ્મબોધ અને તત્ત્વજ્ઞાન હોવા છતાં પણ મોહનીયની કંઈક પ્રબળતા હોવાથી પ્રમાદ–બહુલતા હતી. જ્યારે આ કાન્તા દૃષ્ટિમાં ધારણા અને તત્ત્વમીમાંસાના બળથી મોહનીયકર્મનો તીવ્ર ક્ષયોપશમ વૃદ્ધિ પામતાં અપ્રમત્તતા અને દેશવિરતિ - સર્વવિરતિ આદિ ચારિત્રના ગુણો આવે છે. તીવ્ર વૈરાગ્ય અને ભરપૂર જ્ઞાનોત્કર્ષના કારણે પ્રમત્તતા સર્વથા દુર્બળ બની જાય છે. આત્મા ખૂબ જ જાગૃત બની જાય છે. ભોગોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org