Book Title: Ath Drushtini Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 228
________________ આઠમી પરા દૃષ્ટિ ૨૧૧ એવા તે યોગીપુરૂષ સર્વ પદાર્થોના સંયોગજન્ય સુખ કરતાં પણ અનંતગુણા સુખને ભોગવે છે છતાં સર્વથા નિઃસ્પૃહ છે.lal વિવેચન - આ મહાત્મા યોગી પુરુષ ક્ષપકશ્રેણી આરોહી અપૂર્વકરણ-અનિવૃત્તિકરણ અને સૂક્ષ્મસંપરાય એમ ત્રણ ગુણસ્થાનકો ઉપર ચડી પ્રતિ સમયે અનંતગુણી વિશુદ્ધિ દ્વારા ઘનઘાતી કર્મોને ખપાવતાં ખપાવતાં તેમાંનું રાજાસમાન પ્રધાન એવું મોહનીયકર્મ બંધઉદય અને સત્તામાંથી સર્વથા ક્ષય કરીને, તેના ઉદયજન્ય દોષોનો પણ સર્વથા નાશ કરીને બારમા ક્ષીણમોહ ગુણસ્થાનકે આવે છે. ત્યાં જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય- અને અંતરાય કર્મોનો ક્ષય કરીને આ પરાષ્ટિવાળા યોગી મહાત્મા સર્વજ્ઞ કેવલી પરમાત્મા બને છે. ઘનઘાતી કર્મો ક્ષય થવાથી અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત ચારિત્ર અને અનંતવીર્ય આદિ સર્વે આન્તરિક (આત્મગુણ સ્વરૂપ) લબ્ધિઓના ફળને ભોગવનારા આ યોગીઓ થાય છે. કાન્તા દૃષ્ટિ અને પ્રભાષ્ટિકાળે શાસ્ત્રયોગનું બળ અધિક હતું. તેનાથી વીતરાગપ્રણીત શાસ્ત્રોના આધારે આ આત્માનું પરમસ્વરૂપ (સર્વકર્મરહિત-શુદ્ધ-બુદ્ધ-નિરંજનાત્મક સ્વરૂપ) જાણ્યું હતું. ત્યારથી જ તે પરમસ્વરૂપને સાક્ષાત્ જોવાની અને માણવાની દિક્ષા આ યોગી આત્માઓમાં તીવ્ર-તીવ્રતર બની હતી. તે દિક્ષાથી આ આત્મા સામર્થ્યયોગ વડે ઘનઘાતી કર્મો ખપાવીને સર્વજ્ઞ, સર્વદર્શી એવો કેવળજ્ઞાની બને છે. અનંતજ્ઞાન - અનંતદર્શન વગેરે આ આત્મામાં રહેલી અને આવિર્ભત થયેલી સર્વ લબ્ધિઓના ફળને સાક્ષાત્ અનુભવનારો આ આત્મા થાય છે. આત્માના અનંતજ્ઞાનાદિની પ્રાપ્તિ માટે આરંભેલી આ સાધના અહીં સમાપ્ત થાય છે. આ જ ભવમાં હવે મુક્તિ-પ્રાપ્તિ નિશ્ચિત છે. શેષ બાકી રહેલું માનવભવનું જીવન ધર્મદેશના આપવા વડે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258