________________
૨૧૪
આઠ દૃષ્ટિની સઝાય નિકળીને શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ રૂપ મુક્તિ સુખ તરફની બદલાયેલી યોગદૃષ્ટિનો મિત્રાદષ્ટિથી કરાયેલો પ્રારંભ અહીં પરાદષ્ટિએ સમાપ્ત થાય છે. સિદ્ધિ માટેની પ્રારંભેલી યાત્રા પૂર્ણ થાય છે. સાધક એવો આ આત્મા હવે સાધક રહેતો નથી પરંતુ સિદ્ધ થાય છે.
અનાદિકાળનાં બંધાયેલા કર્મો, અને તેનાથી પુનઃ પુનઃ પ્રાપ્ત થતા જન્મ-જરા-મરણાદિ દુ:ખો રૂપ આ સંસાર એ જ આ જીવનો મહારોગ - મહાવ્યાધિ હતો, લોકમાં જેમ શારીરિક વ્યાધિઓથી ગ્રસ્ત થયેલો જીવ પ્રસિદ્ધ એવા સુવૈદ્યની સૂચના મુજબ ચિકિત્સા કરતો છતો વ્યાધિમુક્ત બને છે. તેવી જ રીતે કર્યો અને જન્મ-મરણાદિ વ્યાધિઓથી ગ્રસ્ત એવો આ સંસારી આત્મા પણ અનંતજ્ઞાનીઓએ જણાવેલી ધર્મ ચિકિત્સા કરવા દ્વારા ભવવ્યાધિનો ક્ષય કરીને ભવમુક્ત તથા સર્વથા ભયમુક્ત પણ) બને છે.
અનાદિથી કર્મોના અને સંસારના પાંજરામાં પૂરાયેલો આ આત્મા આ બંધનોનો ક્ષય કરીને એવો મુક્ત થાય છે કે ફરીથી કદાપિ આ બંધનોમાં તે બંધાતો નથી. શાસ્ત્રોમાં કહ્યું છે કે – क्षीणव्याधिर्यथा लोके, व्याधिमुक्त इति स्थितः। મ ળેવ તુ તથા, મુવતતપુ તક્ષયાતુII શ્રી યો. દ.સ. ૨૦૬ ! આ પદથી કેટલીક વાત જાણવા જેવી છે કે -
(૧) ક્ષીણ વ્યાધિવાળો આત્મા જેમ વ્યાધિમુક્ત થાય છે. તેમ ભવના રોગવાળો આત્મા જ ભવરોગ ક્ષીણ થતાં જ ભવવ્યાધિથી મુક્ત થઈને જ રહે છે.
(૨) જે જીવ સદા વ્યાધિયુક્ત જ છે. તે વ્યાધિમુક્ત કહેવાતો નથી. જે જે સંસારી જીવો છે તે સર્વે વ્યાધિયુક્ત છે. તથા જેઓના મતે ભગવાન થયેલો આત્મા ફરીથી જન્મ ધારણ કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org