________________
૨૦૮
આઠ દૃષ્ટિની સઝાય પ્રાપ્તિ થાય છે. આરૂઢારોહણની જેમ હવે પ્રાપ્તભાવમાં સહજપણે સ્થિરતાયુક્ત સ્વભાવમગ્ન થઈને વર્તવાનું જ માત્ર હોય છે. ll૧. ચંદન ગંધ સમાન ક્ષમા ઇહાં, વાસકને ન ગવેષે છા આસંગે વર્જિત વળી એહમાં, ક્રિયા નિજગુણ લેખે જીતા શિક્ષાથી જેમ રતનનિયોજન, દૃષ્ટિભિન્ન તેમ એહોળી તાસ નિયોગે કરણ અપૂર્વે, લહે મુનિ કેવલ ગેહોજી મારા
ગાથાર્થ - આ દૃષ્ટિમાં સમાગુણ ચંદનની ગન્ધતુલ્ય હોય છે. પરંતુ વાસક દ્રવ્યની અપેક્ષા હોતી નથી. વળી આસંગદોષથી વર્જિતપણે પોતાના ગુણસ્વરૂપે ક્રિયા હોય છે. રત્નોના શિક્ષાકાળ અને નિયોજન (વેપાર) કાળમાં જેમ તફાવત છે, તેમ આ દૃષ્ટિ અને પૂર્વની દૃષ્ટિમાં તફાવત છે. આવી સહજસ્વભાવી ઉત્તમ ક્રિયા અને જ્ઞાનના નિયોગથી(પ્રયોગથી) અપૂર્વકરણ ગુણઠાણું પ્રાપ્ત કરીને મુનિ કેવળજ્ઞાન રૂપ સ્વઘરને પ્રાપ્ત કરે છે..!!
વિવેચન ચંદન નામનું કાષ્ઠ સ્વયં પોતે સહજસ્વભાવે જ સુગંધ આપનારું છે. પરંતુ વસ્ત્રાદિને સુગંધિત કરવા માટે જેમ વાસક(સુગંધ ઉત્પન્ન કરનાર) અત્તર આદિ અન્ય દ્રવ્યો જોઈએ, તેવી રીતે ચંદનને સુગંધિત કરવા માટે વાસક એવા અન્ય દ્રવ્યની જરૂરિયાત રહેતી નથી. તે તો પોતે પોતાના સ્વભાવથી જ સુગંધ આપે છે. આ પ્રમાણે આ દૃષ્ટિમાં આવેલા મુનિ મહાત્માઓને ગુણાન્તરોની પ્રાપ્તિમાં પ્રતિબંધ કરનારા આસંગ દોષના અભાવથી આત્માના સ્વભાવભૂત ક્ષાવિકભાવના સમા(આદિ) ગુણ સ્વતઃ પ્રગટે છે. અને આજ સુધી પ્રાપ્ત કરેલા ક્ષયોપશમભાવના ક્ષમા(આદિ) ગુણ ચાલ્યા જાય છે. ક્ષયોપશમભાવવાળા ગુણો કર્મના ઉદયની અપેક્ષાવાળા હોવાથી સાતિચાર હોય છે. અને ક્ષાવિકભાવના ગુણો કર્મના ઉદય અને સત્તા એમ બન્નેથી રહિત હોવાથી નિરતિચાર હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org