________________
આઠમી પર દૃષ્ટિ
૨૦૫ એવા રાગાદિ સર્વથા ક્ષય થયેલા હોવાથી, ક્ષયોપશમભાવ સમાપ્ત થતો હોવાથી આ પ્રવર્તન સહજભાવે જ હોય છે. ઉત્કટ કોટિના જ્ઞાનાદિ ગુણો, તેમાં આ આત્માનું સહજભાવે જે પ્રવર્તન, તે પ્રવૃત્તિ નામનો ગુણ અહીં પ્રગટ થાય છે. જેમ ચંદન સહજભાવે સુગંધ આપે છે તેમ અહીં આશય વિના સહજપણે પ્રવૃત્તિ હોય છે.
બોધ(જ્ઞાન દશા) અહીં ચંદ્રના પ્રકાશ તુલ્ય હોય છે. પૂર્વે સાતમી દૃષ્ટિમાં બોધ સૂર્યની પ્રભાતુલ્ય હતો. જો કે સૂર્યની પ્રભા અને ચંદ્રની પ્રભા જગદ્રવ્યાપી હોવાથી અને ચિરકાળસ્થાયી હોવાથી ખાસ કંઈ વિશેષતા નથી. તો પણ સૌમ્યતા ગુણ અને શીતળતાગુણ વડે ચંદ્રની પ્રજાને અધિક તરીકે ગણાવી છે. ચંદ્રની ચાંદની જગતને સુખ ઉપજાવનારી છે. લોકપ્રિય છે. તેમ આ મહાત્માઓનો બોધ સંસારના તાપથી તપેલા જીવોને શીતળતા અને સૌમ્યતા આપનારો છે. આ દૃષ્ટિમાં આવનારો બોધ ક્ષયોપશમભાવની પરાકાષ્ઠાવાળો થઈને તેમાંથી સાયિકભાવવાળો હોય છે. આઠમા ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનક સુધી લયોપશમભાવ અને તેર-ચૌદમે ક્ષાયિકભાવનો બોધ પ્રવર્તે છે. ક્ષયોપશમભાવ ઉદયસાપેક્ષ છે. અને ક્ષાયિકભાવ ઉદયરહિત હોય છે. શાસયોગ દ્વારા પરમાત્માએ કહેલાં તત્ત્વો એવાં તો આત્મસાત્ થઈ જાય છે કે હવે અહીં તેના આલંબનની પણ આવશ્યકતા રહેતી નથી. જેથી સામર્થ્યયોગ અહીં પ્રગટ થાય છે.
સામર્મયોગના બે ભેદ છે. (૧) ધર્મસળ્યાસયોગ અને (૨) યોગ સભ્યાસયોગ. ક્ષયોપશમભાવના ક્ષમા - નમ્રતા - સરળતા આદિ જે જે ધર્મો(ગુણો) આજ સુધી આવ્યા હતા. તેનો પણ ત્યાગ. અર્થાત્ સાયિકભાવના ધર્મોની(ગુણોની) જે પ્રાપ્તિ તે ધર્મસચ્યાસ યોગ આઠમાથી બારમા ગુણઠાણાની અંદર હોય છે. અને મન, વચન તથા કાયાના યોગોનો ત્યાગ તે યોગસગ્યાસ યોગ નામનો બીજો સામર્થયાગ છે. જે તેરમા ગુણઠાણાના અને આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org