________________
૨૦૪
આઠ દૃષ્ટિની સઝાય દૃષ્ટિ પ્રારંભાય છે. જે ચૌદમા ગુણસ્થાનક સુધી હોય છે. ક્રમશઃ વધુ નિર્જરાવાળી અને વધુ સંવરભાવવાળી હોવાથી ચૌદમા ગુણઠાણાના કાળે પૂર્વબદ્ધ સર્વકર્મોની નિર્જરા અને સર્વસંવરભાવને આપનારી આ દૃષ્ટિ છે. આ દૃષ્ટિના અનંતરપણે જ મુક્તિની પ્રાપ્તિ થાય છે.
આ દૃષ્ટિમાં શ્રેષ્ઠ એવી “સમાધિ” નામનું છેલ્લું યોગનું અંગ પ્રવર્તે છે. ધારણા અને ધ્યાન દ્વારા આત્મા નિર્મળ બોધ વડે મોહનીય કર્મનો એવો ક્ષય કરે છે કે સત્તામાંથી અને ઉદયમાંથી સંપૂર્ણતયા મોહનીયનો નાશ થાય છે. તેના કારણે રાગ-રીસ, હર્ષશોક, પ્રીતિ-અપ્રીતિ આ સર્વે મોહના વિકારો થતા જ નથી. વાયુ વિનાનું સમુદ્રનું પાણી જેમ સ્થિર હોય છે તેમ આ આત્મા અત્યન્ત સમતાભાવયુક્ત, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એવા પ્રશમભાવને પામે છે. જ્યાં અલ્પ પણ આકુળ-વ્યાકુળતા સંભવતી નથી. પરભાવદશામાં જવાના યોગો નથી. સ્વભાવદશામાં જ અત્યન્ત સ્થિર થાય છે. એટલે પરમસમાધિગુણ પ્રગટ થાય છે. અંતે જે ગુણ સાધવો હતો તે યથાર્થરૂપે અહીં પ્રાપ્ત થાય છે.
આ દૃષ્ટિનું નામ “પરાદૃષ્ટિ” છે. પરા એટલે શ્રેષ્ઠમાં પણ અતિશય શ્રેષ્ઠ, અથવા પરા એટલે અત્તિમદષ્ટિ આવા પ્રકારનો આ પદનો અર્થ છે.
પ્રવૃત્તિ” નામના આઠમા ગુણની અહીં પ્રાપ્તિ થાય છે. અષ, જિજ્ઞાસા, શુશ્રુષા, શ્રવણ, બોધ, મીમાંસા અને પરિશુદ્ધ એવી તત્ત્વની પ્રતિપત્તિ આદિ ગુણો પ્રાપ્ત થતાં થતાં અહીં મોહના વિકારો ન હોવાથી જે તત્ત્વ જે રીતે જાણ્યું છે, સ્વીકાર્યું છે, તે તત્ત્વમાં તે જ સ્વરૂપે આ આત્માની સહજભાવે પ્રવૃત્તિ થાય છે. “હું આવું આવું આચરણ કરું” એમ પ્રવૃત્તિ કરવાની બુદ્ધિપૂર્વક પ્રવૃત્તિ થતી નથી. પરંતુ સહજભાવે આપસ્વભાવમાં જ પ્રવર્તન થયા કરે છે. પરભાવ દશામાં પ્રવૃત્તિ કરાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org