________________
૧૯૮
આઠ દૃષ્ટિની સઝાય ગાથાર્થ -પૂર્વના યોગાચાર્યો આ દૃષ્ટિમાં આવેલી દશાને વિસભાગક્ષય, પ્રશાન્તવાહિતા, શિવમાર્ગ, ધ્રુવનામ, અને અસંગક્રિયા કહે છે. કે જે નિર્મળ સારા યશના પરિણામસ્વરૂપ છે. પણ
વિવેચન - જૈન શાસ્ત્રોમાં અનુષ્ઠાનના ચાર પ્રકાર કહ્યા છે. પ્રીતિ, ભક્તિ, વચન, અને અસંગ. ધર્મ આરાધનામાં પ્રથમ પ્રવેશ પામેલ જીવો જે જે ધર્માનુષ્ઠાન આચરે છે તે પ્રીતિથી આચરે છે. તેનો અભ્યાસ થતાં અને કંઈક તેનો અર્થ સમજાતાં, ઉપયોગિતા દેખાતાં, આદરભાવ વધતાં, ભક્તિ અનુષ્ઠાન બને છે. તેનાથી પણ વધુ અભ્યાસ થતાં, પરમાત્માનાં શાસ્ત્ર - વચનોનો સુંદર અર્થબોધ થતાં, તેનો આશ્રય લઈને પાંચમા- છઠ્ઠા-સાતમા આદિ ગુણસ્થાનકોમાં જે વિધિપૂર્વક અનુષ્ઠાનો કરાય છે તે વચનાનુષ્ઠાન કહેવાય છે. આ વચનાનુષ્ઠાનોમાં પરમાત્માનાં વચનોનો આશ્રય હોવાથી તે અવશ્ય મુક્તિનું કારણ બને છે. પરંતુ આ અનુષ્ઠાનો આત્માનું કલ્યાણ કરનારાં હોવાથી અને કલ્યાણ કરવાની તીવ્ર ઝંખના હોવાથી તેમાં રાગ- સંગ દશા હોય છે. જ્ઞાન ઉપરનો ઘણો પ્રેમ હોય છે. શુદ્ધ આચરણ ઉપર પણ ઘણો પ્રેમ હોય છે. એ પ્રમાણે જ્ઞાનાદિ ગુણો અને ગુણી પુરુષો આત્માના હિતને કરનારા છે. તેથી ઉપકારકભાવને લક્ષ્યમાં રાખીને તેઓ તરફ રાગદશા હોય જ છે. જેમ ગૌતમસ્વામીને મહાવીર પ્રભુ ઉપર રાગ હતો, તેમ અહીં રાગ દશાવાળું આ વચનાનુષ્ઠાન હોય છે. તેથી તે મુક્તિનું કારણ તો બને છે, પરંતુ દીર્ધકાળ બને છે. વિલંબે મુક્તિકારણ થાય છે.
ઉપકારી એવા ગુણો ઉપર, ઉપકારી એવી વ્યક્તિઓ ઉપર, અને અનુષ્ઠાનો ઉપરનો પણ જ્યારે “રાગ” છૂટી જાય છે તેના ઉપરની પણ “સંગદશા” જ્યારે ચાલી જાય છે ત્યારે જે અનુષ્ઠાનો થાય છે. તે “અસંગ અનુષ્ઠાન” કહેવાય છે. પાંચમા ગુણસ્થાનકથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org